________________
જ્ઞાનથી રક્ત ચુઇ મને સાધુ માને છે, પણ મારામાં સાધુજીવન નથી એ પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જો મારામાં. સાધુજીવન હાત તો આ મંદ કષાયવાળા ભદ્રક જીવા ( પારેવા ) મારાથી ભય પામી ઉડી ન જાત, પશુ શાંતિને પામત. આવા સરલ છવા પણ મારાથી શાંતિને પામતા નથી, તા પછી સિંહાર્દિક ક્રૂર-વિકાળ પ્રાણીઓ શાંતિને પામેજ ક્યાંથી ? આત્મસિદ્ધિ થયા વિના તથા આંતરિક શાંતિ મેળવ્યા વિના જનસમાજમાં વગર સાધુત્ત્વે સાધુપણું માનવું વા મનાવવું એ આત્માની અવનતિ કરવાનું તથા પરમાત્માના ગુન્હેગાર થવાનું થાય છે.
“ સયમ વિષ્ણુ સરૈયતતા સ્થાપે, પાપ શ્રમણ તે દાખ્યા. "
સમ્યક્ ( આત્મજ્ઞાન પૂર્વક ) પ્રકારે યમ ( વૃત્તિઓના જય ) પ્રાપ્ત કર્યાં વિના સાધુપણું મનાવવું' એ અધાતિનું કારણ છે, માટે જે સ્થળે એ પ્રાણીઆ મારાથી ભય પામીને નાશી ગયાં છે, તેજ સ્થળે યાગની સ્થિરતાથી વૃત્તિઆના જય કરી આત્મ શાંતિ મેળવી તે પારેવા નિર્ભયપણે પાછા આવી મારી પાસે કલ્લેાલ કરે, ત્યારેજ એ સ્થળેથી મારે પગલુ ભરવુ અને ત્યારેજ આહાર પાણી કે નિદ્રા લેવી. એક મહાત્માએ પણ કહ્યું છે કે “ જખ્ખ નયનામે નિંદ ન આવે તખ નર હી નારાયણ પાવે ” આ પ્રમાણે મહાત્મા તુકારામજી દઢ સ`કલ્પ કરી, મન વચન કાયાના ત્રણે યાગના સ્થિરભાવ કરી, જગદાકાર વૃત્તિને નિવૃત્ત કરી, વૃત્તિના જય કરી ‘હું કાણુ ? મારૂ સ્વરૂપ શુ' ? દેહાબ્યાસ બુદ્ધિના લય કેમ થાય ? આવરણુ કર્યું નષ્ટતાને પ્રેમ પામે ? સચ્ચિદાનંદ સ્વરૂપના નિરાવરણુભાવ કેમ થાય ? ’ એવા આત્મિક વિચારાની ઉગ્રશ્રેણીએ ચઢતાં પરમાત્મભજનમાં લીન થયા. · તુહી તુંહી ' ના એકતાન અને સતત ધ્યાનમાં અડગપણે ત્યાં ઉભા રહ્યા. આહાર નિદ્રા વિગેરે દૈહિક વાસનાઓના દઢ મનેાખળથી જય કરી એકાગ્ર પણે ઉભા રહેતાં એક બે દિવસ તા એ મહા ભાની શરીરાકૃતિ જોઇ પાવાં ભય પામીને દૂર કરવા લાગ્યાં, પણ તેમના નિર્મળ ધ્યાનથી અંતર શાંતિનું વાતાવરણ પ્રસરતાં કશુતા નિર્ભય પણે જરાજરા પાસે આવવા લાગ્યા. આત્મચિંતન અને પ્રબળ ભાવનાના બળથી જેમ જેમ મહાત્માના અંતરની શુદ્ધિ જાગ્રત થતી ગઇ તથા આંતરીક શાંતિનુ ખળ વૃદ્ધિ પામતું ગયુ, તેમ તેમ આત્મભાવનામય દ્રષ્ટિ જાગ્રત થવાથી પારેવાંનિ યપણે મહાત્માના શરીર પાસે આવી ચણવા લાગ્યાં, ચાર પાંચ દિવસમાં મહાત્માના શરીર ઉપર નિડરતાથી રમવા લાગ્યાં. છેવટે સાતમે દિવસે આત્મશતિના ઉત્કૃષ્ટ વિકાસ થવાથી, શાંતિનું પૂર્ણ વાતાવરણ જામવાથી તથા હાર્દિક