SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ અને આજે આ ક્ષોભ થવાનું કારણ શું? નિર્મળ હૃદયમાંથી આ વિષમય વિચારો વિલય કેમ થાય? એને વિચાર કરતાં વિકાર વૃત્તિને લય કરવા અનેક વિચારેના તરંગોમાં જેમ જેમ ઉછળવા લાગ્યા, તેમ તેમ વિકારનું બળ જાગ્રત થઈ વૃદ્ધિ પામવાથી પિતાની પાપ વૃત્તિને કોઈપણ રીતે જય કરવાની શક્તિને તે ગુમાવી બેઠા. તીવ્ર વિકારના વેગમાં મોહનીના મેહક રૂપમાં મુગ્ધ થઈ, જીદગીભર દઢ બ્રહ્મચર્ય વ્રતનું આરાધન કરનાર અત્યારે ક્ષણભરના સંગથી વ્રતભ્રષ્ટ થઈ પોતાની પાપવાસનાનું પિષણ કરવાની તીવ્ર કલ્પનાઓ કરતો એવો તે સાધુ શિવમંદિર પાસે આવ્યો. શિવમંદિરનું દ્વાર ખોલવા બહાર ઉભો રહી મોટા સાદે બે દરવાજા ખેલ, દરવાજા ખોલ’ એમ રાડ પાડીને બહારની સાંકળ ખખડાવી. મહંત બાવાની રાડો તથા સાંકળના અવાજથી બાઈ જાગ્રત થતાં જાણી ગઈ કે- મહાત્માની મનોવૃત્તિ ચલિત થઈ છે, જે દરવાજો ખોલીશ તે મારા તથા તેમના પવિત્ર જીવનનું અધ:પતન થશે. માટે બોલવું જ નહિ.” એમ ધારી શું થશે, તેવા ભવિષ્યના ભયજનિત વિચારો કરતી તે સતી શિવમંદિરમાં જ મૌન ધરી બેસી રહી. ઘણું રાડ પાડતાં જ્યારે તે લલનાએ દ્વાર ન ખોલ્યું, તેમ અંદરથી જવાબ પણ ન આપ્યો, એટલે મહાત્માને તીવ્ર કામવાસના જાગ્રત થતી ગઈ, તેથી તે શિવમંદિરના શિખર પર ચડ્યો અને હથીયાર વતી શિખરને શિથિલ બનાવી આંચકાથી તોડીને નીચે નાખી દીધું. પછી ઉપરના બારામાંથી તેણે અંદર દાખલ થવાને ઈરાદો કર્યો. પ્રથમ નીચે. માથું નાખી જેવો ઉતરવા ગયો, તેજ કટિના ભાગમાં પિતે સ્થલ હોવાથી અધવચ અટકી અને લટકી રહ્યો. નીચે માથું અને ઉપર પગ-એમ તે મહાત્મા વૃક્ષાસનની દિશામાં આવી પડ્યા. તે શિખરના બાકોરામ એવો તે સજજડ અટકી રહ્યો કે ન તો નીચે ઉતરી શકો વા ન તે ઉપર ચડી શકે. એ રીતે સંકટમાં પડેલા તપસ્વીને જોઈ પ્રભાત થતાં દ્વાર ખોલીને તે સતી પોતાના પતિગૃહે ચાલતી થઈ. પ્રભાત થતાં હંમેશના રિવાજ પ્રમાણે મહાત્માને ધર્મ બેધ શ્રવણ કરવા તથા મંગેલ જળની અંજલિ ઈટાવવા હજારે લેકે મઠમાં આવવા લાગ્યા. ત્યાં મહાત્માને ન જેવાથી તે ચારે તરફ શોધવા લાગ્યા; પરંતુ ક્યાંય પત્તો ન મળ્યો, એવામાં શિવમંદિરના શિખર પર કેટલાક લેકેની દૃષ્ટિ પડી, ત્યાં મહાત્માને જે તે વિચારવા લાગ્યા કે આ મહાત્મા આવી ઉત્કૃષ્ટ દશાને પામ્યા છે, છતાં પોતે હજી પણ કેવી વિકટ તપસ્યા કરે છે ?” તે મહાત્માથી તે વૃક્ષાસનની ધૂનમાં જ આમ લટકી રહ્યા છે, એમ જાણી ઘણું લેકે શિખર
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy