________________
રાખી બંને ખભા ઉપર પિતાના ઢીંચણ ખડી ધીમેથી નાડી ઉપર કાપ મૂકવા જતાં શિષ્ય જાગ્રત થયો, અને બહારના દેખાવથી ગુરૂ મહારાજની આવી નિર્દયતા ભરી વર્તણુક જોઈ. આ વખતે અપાત્ર આત્માને શંકા આવ્યા વિના રહેજ નહિ, અને કુપાત્રને આશંકા આવતાં ગુરૂ મને મારી નાખે છે, એમ જાણી રાડ પાડતાં લેકે આવીને નીચકૃત્ય જેત તે ગુરૂની ઉપર કે દરતાને અપવાદ આવત? જે કે ગુરૂની ભાવના તે સર્વથા કરૂણામયજ હતી. સર્પના ડખથી શિષ્યનું મરણ થઈ જશે–એમ જાણી નિરૂપાયતાએ કાપ મૂકવાને રસ્તે લે પછે, તેમાં પણ ગુરૂની તો કરૂણજ હતી. તેમજ કાપ મૂકતાં શિષ્ય કદાચ ભયભીત થઈ હાલી ચાલી જશે તે વધારે ઈજા થશે એમ જાણી છાતી ઉપર ભાર દેવાની જરૂર પડી હતી. પોતાના શરીર ઉપર ગુરૂજીનું વજન આવતાં તથા નાડી ઉપર કાપ પડતાં શિષ્ય જાગ્યો અને ગુરૂ મહારાજનું આ વિચિત્ર કૃત્ય જેવા છતાં એક રોમમાં અણુમાત્ર પણ તેને આશંકા કે બેટી કલ્પના થવા ન પામી, તે સમયે શિષ્યના હૃદયમાં એવી દઢ ભાવના હતી કે—ગુરૂ મહારાજ જે કરે છે, તેમાં મારૂં શ્રેયજ હશે.” ગુરૂના આ દેખાવથી પિતાના મનમાં જરા પણ વિપયસભાવના વા અસંભાવના ઉત્પન્ન થઈજ નહિ. ગુરૂ મહારાજે રૂધિરના બિંદુઓ એક પત્રના પડીઆમાં લઈ નાગ પાસે મૂક્યા એટલે તે તેનું પાન કરી પુર્વકૃત વૈરથી મુક્ત થઈ પિતાના મૂળ (દેવ) સ્વરૂપને ધારણ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો. સર્પ સંબંધી કાંઈ પણ બીનાની શિષ્યને ખબર જ ન હતી, છતાં આ વિચિત્ર અને નિર્દયતા ભર્યો દેખાવ જોઈને તથા જોયા પછી પણ અણુમાત્ર ગુરૂ પ્રત્યે આશંકા કે અસદ્દભાવના થઈજ નહિ. શિષ્યની નિર્મળ ભકિત જોઈ એક વખતે ગુરુએ શિષ્યને બેલાવી સપના વૈરની વાત કહી, તે સાંભળી “ગુરૂમહારાજની મારી ઉપર કેટલી બધી કૃપા અને હિતબુદ્ધિ છે?” એમ જાણી તે રોમેરેમમાં હર્ષિત થયો. ગુરૂમહારાજે તેજ સમયે શિષ્યને પરમ જ્ઞાનનો અનુભવ કરાવી શિષ્યનું શ્રેય કર્યું. આનું નામ તે ગુરૂભકિત ! ગુરૂ મહારાજ છાતી ઉપર ચડી બેસી તીકણુ ધારવાળા શસ્ત્રથી નડી કાપવાનો કુરતા ભર્યો દેખાવ જોયા છતાં જરા પણ અસંભાવના થઈ જ નહિ. તેમ શિષ્યના શ્રેય માટે ( શિષ્યની) નાડી કાપતાં શિષ્ય જાગી જશે તે આ દેખાવ જોઈ તે મારા માટે શે વિચાર કરશે? વા આ કૃત્ય કરતી વખતે કોઈ સામાન્ય મનુષ્ય જેશે તે તે મારે માટે શું ધારશે ? એ અલ્પ પણ અપવાદનો ભય રાખ્યા વિના ગુરૂ મહારાજે પોતાના પવિત્ર શિષ્યનું મરણાંત કષ્ટથી રક્ષણ કર્યું. ધન્ય છે શિષ્યની વિશુદ્ધ તથા નિષ્કામ ભક્તિને ! અને ધન્ય છે ગુરૂમહારાજની કરૂણાને !