________________
ધર્મના ચાર ભેદ.
(દાન, શીલ, તપ અને ભાવના). શ્રી મહાવીરદેવે ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. તે ચાર પ્રકારનું સુક્ષ્મ દૃષ્ટિ થી નિરીક્ષણ કરતાં એકેક ભેદમાં ચારે ભેદને સમાવેશ થઈ જાય છે. જેમકે દાન કોઈ પણ દુઃખી જીવને તન, ધન તથા મનને ભોગ આપી તેને દુઃખમુક્ત કરવો તે અભયદાન. અને પુરૂષને સુદૃષ્ટિ (જ્ઞાનદષ્ટિ વા અંતરદૃષ્ટિ) થી ઓળખી મન, વચન અને કાયાના ત્રિધાયોગની ઉત્કટ ભક્તિથી તેમને આહાર, પાણું, વસતિ વિગેરે આપવું-તે સુપાત્રદાન. આ બંને સ્થાને સત્ય -નીતિની કમાણુથી મેળવેલ ધનને નિષ્કામપણે (કોઈ પણ જાતના ઈહલૌકિક કૅપરલૌકિક સુખની ઈચ્છા રહિત) વ્યય કરવો તેનું નામ દાન. આવા દાન માટે પૈસા મેળવવામાં નીતિ તથા સત્યતા વિગેરે ઉત્તમ ગુણો પૂર્વક ધન પ્રાપ્ત થાય છે, તેથી શીલ (આચાર) આવી જાય છે. તેવા સદ્દગુણોથી અસદવૃત્તિને જય થાય છે, તેથી તપ ( ઇચછાને રોકવી) તે પણ આવી જાય છે. અને અસદ્દવૃત્તિને રેકવાથી તથા સદગુણો મેળવવા સદ્દવિચારે ઉત્પન્ન થવાથી ભાવની નિર્મળતા થાય—તેથી ભાવ પણ આવી જાય છે. જેવી રીતે એક દાનમાં ચારે પ્રકારનો સમાવેશ થાય છે, તેવી રીતે શીલ, તપ વિગેરેમાં પણ ચારે પ્રકારનો સમાવેશ થઈ શકે છે. દાન પ્રકરણ
(૧)દાન – રીતે તદા દાન શબ્દની સામાન્ય વ્યુત્પત્તિ એવી થાય છે કે–દેવું તેનું નામ દાન. ત્યારે કોઈ તર્ક કરશે –“જે દેવું તેનું નામ દાન કહેવાતું હોય, તો કોઈને બે ચાર ગાળીનું પ્રદાન વા બે ચાર મુષ્ટિકાનું પ્રદાન આપતાં દાન કહી શકાય?” નહિ જ. વિષય સમજવામાં માત્ર શબ્દાર્થને ગ્રહણ કરવાથી કાઈ સમયે અર્થનો અનર્થ થાય છે. માટે કેઈપણ વિષયના શબ્દાર્થની સાથે હેતુ, અપેક્ષા અને દષ્ટાંત–એ પ્રક્રિયાઓ વડે તેને ભાવાર્થ જાણવાથી જ ખરે અર્થ સમજાય છે. દેવું તે દાન–એ વાત ખરી, પણ શું દેવું ? તેના વિશેષાર્થમાં જ્ઞાનીઓ જણાવે છે કે–સ્વ–પરનું શ્રેય થાય એવું જે આપવું, તેનું નામ દાન કહેવાય છે. શાસ્ત્રમાં દાનના દશ પ્રકાર કહ્યા છે. જેમાંના પ્રથમના પાંચ પ્રકાર સામાન્ય હોવાથી તેને ઉલ્લેખ કર્યો નથી. પાછળના