________________
૧૭૨
ઉપર ભાજન બનાવી ખાતાં જ્યારે વૃત્તિ ચલિત થઈ ધર્મ ધ્યાનમાં સ્થિરતા ન રહી; તેા પછી જન્મથી મરણ પ'ત કુડ-કપટ, છળ–પ્રપ ંચ કરી, સ્વાર્થને માટે બીજા જીવાને ત્રાસ આપી, તેઓના કુટને રખડાવી ભુખેમારતા કરી, ક્રૂરતાથી ધન હરનારા, અસત્ય, અનીતિથીલાખો રૂપિયા કમાવનારા, કાળાં કૃત્યો કરી લૉકાના ગળા રૅસી, કન્યાઓનાં વેચાણ કરી પાપમાર્ગથી પૈસા મેળવનારા, ધનના તથા વિષયોના ગુલામ ! હજારો સામાયક અને પ્રતિક્રમણાદિકના ચુંથણા ચુંથતાં પણ તમારાં પાપી મન સ્થિર રહેજ શેના ? પવનના સંચારથી જેમ પાણી ચાલ્યા કરે છે, તેમ પાપકૃત્યાના પરિવર્ત્તનથી અંતઃકરણ મલીન જ રહે છે. માટે સત્ય વા નીતિથી જ મનુષ્યાત્મા ઉન્નતિને પામે છે. નૈતિક જીવન ગાળનારનું ગૃહસ્થાશ્રમ શાંતિભુવન બને છે. અને સ્વર્ગના આનંદને આપનાર થાય છે. વ્યાપારમાં જેમ નીતિપૂર્વ કે વત્તવું જોઇએ, તેમ ગૃહવ્યવહારમાં માતા પિતાના વિનય, વડીલા સાથે સ્નેહ, જ્ઞાતિ તથા દેશની સેવા, સ્ત્ર સાથે વિશુદ્ધ પ્રેમથી લગ્ન, વિષયમાંધ થઇ વાસનાના ગુલામ ખની સ્ત્રી સગ કરનાર મનુષ્યની શારીરિક, માનસિક તથા આત્મિક શક્તિના નાશ થાય છે, જ્યારે સ્ત્રીના સ્કુલ દેહના સાંદર્યમાં માહિત ન થતાં તેના હાર્દિક ગુણોથી રંજન પામી, તેના પવિત્ર જીવનથી પ્રેમી બની, દેહ લગ્નના વિષયમાહને છેડી પ્રેમ લગ્નના નિર્મળ જીવનમાં આનંદ પામી, પોતાનુ તથા સ્ત્રીનું હૃદય વિશુદ્ધ પ્રેમથી જોડીને સ્ત્રી સાથે જીવન ગાળનાર પ્રથમ ભાગ્યશાળી બને છે. આવા ગૃહવ્યવહારનું સેવન કરનાર, પોતાના બાળકાને પવિત્ર ધર્મ નું સિંચન કરનાર. મનુષ્યાને સંસાર ગૃહસ્થાશ્રમી વા સ્વર્ગીય બને છે. કલેશ કંકાસમાં જીવન ગાળનાર, સ્થુળ સૌંદર્યમાં માહિત થનાર મનુષ્યોને સંસાર ગૃહસ્થાશ્રમી નહિ પણ ગદ્ધાશ્રમી બને છે, માટે મનુષ્યનું ત્રીજું અંગ નૈતિક જીવન છે.
ભ્રાતૃભાવ—
tr
" आत्मवत्सर्वभूतेषु यः पश्यति स पश्यति ”
,,
આ વિશ્વના અનંત દેહાત્માઓને આત્મવત્ જાણનાર તેજ જગતમાં દેખનાર જ્ઞાની છે. વિશ્વવાસી જીવા પ્રત્યે દેહ દૃષ્ટિ હાય છે ત્યાંસુધી આ ઉચ્ચ છે અને આ નીચ છે; એવી ઉપાધિ જન્મ & ભાવનાને લઇ દેહાત્મા પ્રત્યે દ્વેષ, ઇર્ષ્યાદિક દોષો જાગે છે, પણ જ્યારે દેહભાવના ક્ષીણ થઇ સર્વ દેહાત્માએ પ્રત્યે આત્મભાવના જામે છે, ત્યારે કલેશભાવનાનેા નાશ થઇ આખું વિશ્વ અભિન્નતાએ જણાઇ રહે છે. જીવાત્માઓમાં ભાવનાને લઇ ‘હું અને