________________
૧૫૮ કવચિત જ મનુષ્યો હોવા જોઈએ અને તેમ જણાતું નથી. આ વિશ્વમાં મનુષ્યો - ઘણા છે, તેમજ અનંત જીવોને અનંતવાર મનુષ્યદેહ મળ્યો છે. જે વસ્તુ દુર્લભ હોય તે અનંતીવાર અનંત જીવોને મળવાથી તેની દુર્લભતા કેઈ પણ રીતે સિદ્ધ થતી નથી, તેના ઉત્તરમાં જણાવવાનું એજ છે કે-જ્ઞાનીઓએ મનુષ્ય દેહને દુર્લભ કહ્યો નથી, પણ “માણુણ. મનુષ્ય ' મનુષ્યપણાને દુલભ કહેલ છે. સ્ત્રી-પુરૂષના સંગથી સ્થૂલ દેહની ઉત્પત્તિ થાય તેને મનુષ્ય દેહ કહે છે. તે દેહ તે આર્ય, અનાર્ય, પાપી, ધર્મ, હિંસક, દયાળુ, જ્ઞાની, અજ્ઞાની, મિથ્યાત્વી, સમકિતી તથા ભવી અભવી દરેકને મળે છે. સ્થૂલાકારરૂપ માનવદેહની મહત્તા નથી, પણ મનુષ્યદેહ પ્રાપ્ત કરી હિતાહિત જાણવાની શક્તિ, કર્તા વ્યાકર્તવ્ય સમજવાનો વિચાર અને સત્યાસત્ય સમજવાનું જ્ઞાન, એ ત્રણ ભાવ સહિત સઅસ જે વિવેક ગુણ તે પૂર્વક અહિત, અકર્તવ્ય અને અસત્યનો ત્યાગ કરી, હિત-કર્તવ્ય અને સત્યનું અવલંબન કરનારને જ મનુષ્યપણું કહે છે. તેવા મનુષ્યપણાની દુર્લભતા છે. તેવી સ્થિતિ એકજ વખત આવે તે પરમ કલ્યાણ છે. મનુષ્યપણું પ્રાપ્ત થવાનું કારણ મનુષ્ય દેહ છે, તેથી તે અપેક્ષાએ કોઈ સ્થળે “માનવ દુર્ત માનવદેહ દુર્લભ કહ્યો છે, પણ વસ્તુ તે સદ્દ–અસદ્દન જે વિવેક તે ભાવ જે મનુષ્ય દેહમાં છે તેની દુર્લભતા તથા વિશેષતા કહી છે અને તેથીજ “ગ્રાહાર નિરા” એ લૅકમાં ધ હિ તેષાં જેના અંતરમાં ધર્મ (સદ અસદ્દને વિવેક) છે તે જ મનુષ્ય પશુ કરતાં ઉચ્ચ કેટીને કહેવાય છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થમાં પણ ધર્મની મુખ્યતા જણાવી છે. ધર્મ તત્વની વ્યાખ્યા જેટલી વિશાળ અને અપૂર્વ છે, તેટલી જ હાલ સંકુચિત અને શુષ્ક થઈ પડી છે. ઝવેરી વિના હીરાની કીંમત થઈ શકતી નથી તેમ તત્ત્વજ્ઞાની મહાત્મા વિના ધર્મની અપૂવતા સમજાતી નથી. અધ્યાત્મનિષ પરમયોગી આનંદઘનજી મહારાજ કહી ગયા છે કે – ' “મારગ સાચા કૌન બતાવે, જાકે જિસકું પુછીએ. સૌ અપની અપની ગાવે.”
અન્ય સ્થળે બીજું પણ એક પદ છે કે “ધમ ધર્મ કરતો જગ સહુ ફરે, ધર્મ ન જાણેરે મર્મ જિનેશ્વર ” , - આત્મોન્નતિને સન્માર્ગ સ્થિરતા, વૃત્તિ જય અને અંત:કરણની વિશુદ્ધિમાં રહ્યો છે, તે લક્ષ્ય તે કોઈ વિરલાત્માનાજ ખ્યાલ વા અનુભવમાં