________________
સમન્વયપણું થાય તેજ તરણ ક્રિયા થાય છે, તેમ પુદગલ દ્રવ્યને આત્માનું નિમિત્ત મળવાથી કર્માવરણ ઉપાર્જન કરવાની ક્રિયા થાય છે. માછલું પાણીને તરવાનું વા પાણી માછલાને તારવાનું કહેતું નથી, છતાં પાણું તથા માછલાને સંગ થતાં તરવાની ક્રિયા થાય છે. સૂર્ય પક્ષીને ગાવાનું કહેતો નથી, તેમ પક્ષીઓ સૂર્યને ગાવા માટે સહાય આપવાનું કહેતા નથી, છતાં સૂર્યના પ્રકાશે પક્ષીઓ ગાવા ફરવા વિગેરેની ક્રિયા કરે છે અને સૂર્યને પ્રકાશ ન હોય ત્યારે સુવા વિગેરેની ક્રિયા કરે છે. તેમ આત્મા, પુદગલ દ્રવ્યમાંથી કર્યાવરણની વૃદ્ધિ થાય તેમ ઇચ્છતો નથી, તેમજ કર્મો આત્માને કહેતાં નથી કે તમે અમને બંધને થવામાં સહયતા આપો, પણ નિમિત્ત નૈમિત્તિક ધર્મને લઈ પુદગલ દ્રવ્યને ધર્માસ્તિકાયનું નિમિત્તા મળે છે, ત્યારે તે ચાલવાની ક્રિયા કરે છે. કાલનું નિમિત્ત મળે છે ત્યારે સડણ -માણુની ક્રિયા કરે છે, તેમ આત્માન નિમિત્તા મળે છે ત્યારે કર્મ બંધનની ક્રિયા કરે છે. તે નિમિત્ત ભાવને લઈ આત્માને કર્મને કર્તા કહ્યો છે. વસ્તુ તે આત્મા પિતાના સમ્યગ્નાન, દર્શન, ચારિત્રમય સ્વ-ઉપયોગનો જ કર્તા છે અર્થાત સ્વરૂપમાં રમણ કરે છે અને રાગ, દ્વેષ, અજ્ઞાન વા કોણ શરીર (સુક્ષ્મ અધિવસાય) કર્મ કર્તા છે. આત્મા કમીને કર્તા છે એમ જે કહ્યું છે, તેમાં પણ ગૂઢ આશય છે. મહાત્મા બનારસીદાસ લખે છે કે –
“ એક પરિણામ કે ન કરતા દરબ દેય,
દેય પરિણામ એક દરબ ન ધરતુ હૈ.” - કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા એકસમ કરી શકે નહિ, પિતાની - ક્રિયાને એક સમય પણ અભાવ હોય તે દ્રવ્યપણું ઉડી જાય. માટે પિતાની ક્રિયાને ત્યાગ કરી વા પિતાની ક્રિયાની સાથે બીજા દ્રવ્યની ક્રિયા કોઈ પણ દિવ્ય કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતપોતાના જ ગુણ–પર્યાયને કર્તા છે, તો પછી આત્મા પણ દ્રવ્ય છે, વળી ચૈતન્યરૂપ છે તે જડ દ્રવ્યની ક્રિયા કરી શકે નહિ. આત્મા જડ દ્રવ્યને કર્તા નથી પણ જ્ઞાતા છે,જ્ઞાતા હોય તે કર્તા હોઈ શકે નહિ અને કર્તા હોય તે જ્ઞાતા હોઈ શકે નહિ. માટે આત્મા કર્મ કર્તા નથી,
છતાં વ્યવહાર નયની અપેક્ષા બતાવી આત્માને કર્મને કતાં કહ્યો છે. અર્થાત • અજ્ઞાનપણાને લઈ કર્મ કર્તા છે, એમ મનાયું છે, જેમ કાળાં વસ્ત્રધારી કાઈ પુરૂષ છેટેથી આવતો હોય ત્યારે દષ્ટિામને લઈ તેને જોતાં સ્ત્રી આવે છે સંકલ્પ કર્યો અને પાસે આવતાં પુરૂષ છે એમ જણાયાથી સ્ત્રીતત્વનો સંકલ્પ લય થયો. પ્રથમ સ્ત્રીત્વને સંકલ્પ કરતાં તેનામાં પુરૂષત્વને નાશ થયે ન હત, તેમજ સ્ત્રીત્વની ઉત્પત્તિ થઈ ન હતી. તેમજ પાસે આવતાં પુરૂષત્વનો