________________
વામાં જે તપેલું નિમિત્ત છે. તેને કારણે એટલે તપેલાને સ્થાને કડાઈ વિગેરે બીજું હોય તે પણ ચાલી શકે. જે કારણને સ્થાને બીજું કારણ આવવાથી કામ ન ચાલી શકે અર્થાત જેની હયાતિ વિના કામ ન ચાલી શકે તેને વિશેષ (બળવાન) કારણ કહે છે. જેમ અગ્નિ, સોની વિગેરે. કેમ કે કડીરૂપ કાર્ય કરવામાં નિમિત્ત કારણ અગ્નિ કે સોની તે બળવાન કારણ છે, તેના વિના કાર્ય થતું નથી. તેમ સમકિત, જ્ઞાન કે મોક્ષ પ્રાપ્ત કરવામાં ઉપાદાન કારણ આપણો આત્મા છે અને નિમિત્ત. કારણ સદ્દગુરૂ, સત્સંગ, સશાસ્ત્ર વિગેરે છે તેમાં બળવાન નિમિત્ત સદ્દગુરૂ છે, બાકીના સર્વ નિમિત્તે સામાન્ય છે. .
૨૬-કારણ વિના કાર્ય થતું નથી એ સિદ્ધાંત યથાર્થ છે, કેમકે ઉપાદાના સોનું હોય છતાં અગ્નિ કે સોની ન હોય તે સોનાના દાગીના કરવાની ક્રિયા અટકી પડે છે. માટે કારણોમાં આ બંને કારણુ બળવાન છે. અને તે બંને કારણો હોય; છતાં જે ઉપાદાન સેનું ન હોય તો પણ કાર્ય બને નહિ, કેમ કે ઉપાદાન વિના તે કાર્યની સિદ્ધિ જ નથી. માટે કારણ અને કાર્ય બંનેની જરૂર છે, તેથી કાર્ય તરફ લક્ષ્ય રાખી નિરાગ્રત રૂપે કારણું સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે. પરંતુ કારણમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણાભાસ થાય છે. અર્થાત્ નિરર્થક થશે. માટે કાર્ય તરફ લક્ષ્ય રાખીનેજ કારણ સેવવું કે જેથી કાર્યની સિદ્ધિ થાય. - હવે આગળ જણાવેલા છએ દ્રવ્યની અંદર મુખ્ય કાર્ય સમજવા રૂપ જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્ય છે. તે બે દ્રવ્યને સિદ્ધ કરવા માટે સમજાવવા બાકીના ચાર દ્રવ્યને ઉપચારિત કહેલાં છે. જીવ તથા પુદ્ગલ એ બે દ્રવ્યનું યથાર્થ અવિધ પૂર્વક લબ્ધિરૂપ અનુભવ (સ્વરૂપ) સમજવું તેનું નામ સમક્તિ, તેને ચોથું ગુણસ્થાનક કહે છે. તે કાર્ય કરવાને માટે પૂર્વના ત્રણ ગુણસ્થાનક તે કારણ છે, તે કારણને લયપૂર્વક સેવવાથી સમકિતરૂપ કાર્ય થાય છે. અને તે થવાથી સર્વ કર્મને ક્ષય થઈ મેક્ષ પ્રાપ્ત થાય છે. જેને ચૌદમું ગુણસ્થાનક કહે છે, તે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ અનુક્રમે કહે છે. તેમાં આઠ કર્મ તથા તેની ૧૫૮ પ્રકૃતિ, ત્રણ મેહનીય, પાંચ મિથ્યાત્વ, ત્યાગ, વૈરાગ્ય, સમક્તિ, તથા ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ તેમજ તેની ઉપર સાત નયનું સ્વરૂપ-એમ અનુક્રમે કહેવામાં આવશે.
૨૭મૂલ આઠ કર્મ, તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮.
૧ જ્ઞાનાવરણય, ૨ દર્શનાવરણીય, ૩ મેહનીય, અંતરાય, ૫ વેદનીય, આયુ, ૭ નામ, ૮ ગોત્ર -