________________
કઈ ન આવ્યું અને દેડવાથી થાક પણ લાગે, જ્યારે મુનિ મહાત્માના હદય ભંડારમાંથી ઉપશમ, સંવર તથા વિવેક-એ ત્રણ તારની ચેરી કરવાથી અનાદિકાલને સંસાર પરિભ્રમણને થાક પણ ઊતર્યો અને અનંત સગુણે રૂ૫ અનર્ગલ ધનના ખજાને પણ હાથમાં આવ્યો. સાબાશ ચોરપતિ! ધન્ય છે તારી સદ્દગુણ ચારવાની કળાને! ધર. ઝરતું મસ્તક પાસે પડેલ હોવાથી ધરની, ગધેથી કીડીઓ, માંસાહારી પક્ષીઓ, તથા હિંસક પશુ-પ્રાણીઓ ત્યાં ખેંચાઈ આવ્યાં અને કન્યાના મસ્તકના ફાંધર તથા માંસનું ભક્ષણ કરવા લાગ્યા. આ વખતે મુનિના શરીર ઉપર પણ કાગડા, ગીધ વિગેરે પક્ષીઓ ચાંચના તીક્ષણ પ્રહારવા ચોર પતિના શરીરને વાધવા લાગ્યા, તેમજ બીજા ૫ણ વિકાળ પશુઓ મુનિ (ચોરપતિ) ના શરીરને અને નેક પ્રકારે પીડા આપવા લાગ્યા. શરીર ઉપર કરા પ્રહારોથી શરીરને તોડી ફોડી તેના માંસનું ભક્ષણ કરવામાં હિંસક પ્રાણુઓ આનંદ માનવા લાગ્યા ત્યારે પરમાત્મ તત્વમાં લીન થયેલ, દેહ મૂચ્છથી મુક્ત થી એકાગ્રપણે આત્મસ્વરૂપના ચિતનમાં આનદ માનતા, દેહ ક્યાં છે અને તેની શી દશા થાય છે? તેને એક મિમાં અણુમાત્ર પણ વિચાર ન આતાં, અવિચ્છિન્ન ધારાની ઉગ્ર ભાવનાએ ચડતાં, મુનિએ આપેલ સબોધનું અત્યગ્રપણે મનન કરતાં અખંડ ભા ના તથા ઉત્કૃષ્ટ બળથી અનંત કર્યાવરણને ક્ષય કરી કેવળજ્ઞાન પામી અવ્યાબાધ અનંત સ્વરૂપમય મેક્ષપદને પામ્યા. અહા ! ધન્ય છે એ મહાત્માના આત્મબળને ! અને નમસ્કાર છે એ મહાત્માની નિર્મળ ભાવનાને ! આવી અડગ સ્થિરતા રહે, ત્યારે જ ઉત્કટ ભાવના જાગ્રત થઈ આત્માસદ્ધિ થાય છે. આજે તે મંદિરમાં વા ધર્મસ્થાનકમાં ધાર્મિક ક્રિયાઓ કરતાં પ્રભુ ચિંતન સમયે વા કાયોત્સર્ગ (ધ્યાન) સભ્ય એક કીડી, મછરે વા ડાંસ ચટકે મારે ત્યાં સ્થિરતા ભ્રષ્ટ થઈ, આકુળ વ્યાકુળ બની ચંચલતાને પામે છે, ત્યાં વેગ સ્થિરતા, વૃત્તજ, ભાવના જાગ્રતી અને હૃદય શુદ્ધિ થાય ક્યાંથી મારોમાં વા ધર્મસ્થાનમાં વેગની સ્થિરતા વિના, વૃત્તિઓને જે કર્યા વિના, હદયની શુદ્ધિ મેળવ્યા ના, રાગડાઓ ખેંચી ભક્તિ તથા ભાવના કરવાને દાવો કરનારા ભાવના તથા ભક્તના સ્વરૂપને સમજ્યા જ ન - રાગ ડાઓ ખેંચી રાડ પાડવામાં ભક્તિ કે ભાવ નથી, (ઉલટા કેલાહલથી બીજાની ભાવનાઓને ભંગ થાય છે) પણ વાસના ક્ષય, વૃત્તિ, યોગરથરતા, હાદિક શુદ્ધ, અંતર નિર્મલતા તથા આત્મ જાગ્રતીથી જ ભક્ત વાર ભાવના કહેવાય છે અને તેવી ભાવનાથી જ આત્માની સિદ્ધિ થાય છે. ૐ શાંતિઃ