________________
તપની મહત્તા
(૧) પ્રાયશ્ચિત—પેાતાની ભૂàાનો ગુરુ આગળ -આળભાવે એકરાર કરવા અને તેની શુદ્ધિ માટે તેએ જે તપ કરવાનું ફરમાવે તે ખેદ પામ્યા વિના કરવું, એ પ્રાયશ્ચિત નામનું અભ્યંતર તપ છે.
(૨) વિનય—મેક્ષનાં સાધનો પ્રત્યે અંતરનું બહુમાન રાખવું અને તેના અંગે શિષ્ટાચારનું પાલન કરવું તથા તેમના પ્રત્યેની આશાતનાને વજવી એ વિનય નામનું અભ્યંતર તપ છે. તેના દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એવા પાંચ પ્રકારી પ્રસિદ્ધ છે.
(૩) વૈયાવૃત્ત્વ—આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન ( માંદા કે અશકત) શૈક્ષ ( નવદીક્ષિત ), કુલ, ગણુ, સંધ અને સામિક એ દેશની નિરાશસ ભાવે અને કર્મક્ષયના હેતુથી સેવાશુશ્રુષા કરવી એ વૈષાવૃત્ત્વ નામનુ અભ્યંતર તપ છે. નર્દિષેણ મુનિની કથામાં તેને કેટલેાક પરિચય આવી ગયા છે.
(૪) સ્વાધ્યાય—આધ્યાત્મિક પ્રગતિ થાય તેવા સૂત્રસિદ્ધાંત કે ગ્રંથાનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું તે સ્વાધ્યાય નામનું અભ્યંતર તપ છે. તેના વાચના-પાઠ લેવા, પૃચ્છના–પ્રશ્ન કરવા, પરાવતના આવૃત્તિ કરવી, અનુપ્રેક્ષાતત્ત્વચિંતન કરવું અને ધમ કથા-વિનિમય કરવા એ પાંચ ભેદો પ્રસિદ્ધ છે. મંત્રજપ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે.