________________
તપના પ્રકારો
અપેક્ષાએ પ્રથમ પ્રહરની તથા પછીના પ્રહરની ગેચરીને વૃત્તિ સંક્ષેપમાં ગણી છે. અને અમુક સ્થિતિમાં રહેલી વ્યકિત જ ભિક્ષા આપે તે લેવી એ ભાવસંક્ષેપ. શ્રી મહાવીર સ્વામીએ આ ચારે પ્રકારનો સંક્ષેપ કરતાં દશ બેલથી અભિગ્રહ થ હતો અને તે પાંચ માસ અને પચીસ દિવસ પછી ચંદનબાળાદ્વારા પૂરે થયે હતે. ગૃહસ્થને આ તપ અભિગ્રહરૂપ હોય છે.
(૪) રસત્યાગ–દૂધ, દહીં, ઘી, તેલ (સાકર) અને પકવાન્ન એ છ રસ કે વિકૃતિને યથાશકિત ત્યાગ કરે.. મધ, મદિરા, માંસ અને માખણ એ મહાવિકૃતિ કહેવાય છે અને તે મુમુક્ષુઓને માટે સર્વથા અભય છે. બાવીશ. અભક્ષ્યમાં તેની ગણના કરવામાં આવી છે. એકાશનપૂર્વક રસનો ત્યાગ કરે, તેને આયંબિલ કહેવાય છે. તેનો મહિમા જિનશાસનમાં ઘણે છે.
(૫) કાયકલેશ-સંયમનિમિત્ત કાયાને પડતું કષ્ટ સહન કરી લેવું. એમાં વીરાસનાદિ આસને લાંબા સમય સુધી બેસી રહેવું, એ કાયકલેશ નામનું તપ છે.
(૬) સંલીનતા-સંલીનતા એટલે સંગેપન. તે ઇંદ્રિય, કષાય અને યોગને અંગે સમજવી. તાતપર્ય કે ઈદ્રિનું સંગેપન કરવું--તેને કાબૂમાં રાખવી, કષાયનાં કારણે ઉપસ્થિત થવા છતાં કષાય ન થવા દે તથા મન, વચન, કાયાની બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી. સ્ત્રી, પશુ અને નપુંસકના વાસથી રહિત એવા એકાંત વિશુદ્ધ સ્થાનમાં રહેવું, એને પણ જૈન મહર્ષિઓએ સંલીનતા કહેલી છે.