________________
૧૪
તપની મહત્તા
- “ તપના પ્રભાવથી અસ્થિર હોય તે સ્થિર થાય છે, વાંકું હેય તે સરલ થાય છે, દુર્લભ હોય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયને સાધી શકાય તેવું હોય તે સરલતાથી સાધી શકાય છે.” किं बहुणा भणिपणं, जं कस्स वि कह वि कत्थ सुहाई ॥ दीसंति भवणमझे, तत्थ तवो कारणं चेव ॥
વધારે વર્ણન કરવાથી શું ? જગતમાં કઈને કયાંય કંઈ પણ સુખ દેખાય છે, તેનું કારણ તપ જ છે.”
મનુસ્મૃતિમાં કહ્યું છે કે – ઔષધીજો વિદ્યા થી જ વિવિધા રિથતિ ! तपसेन प्रसिद्धयन्ति, तपस्तेषां हि साधनम् ।। .
રસાયણની સિદ્ધિ ઘણી કઠિન મનાય છે, પણ તે તપથી સિદ્ધ થાય છે. શારીરિક અને માનસિક અનેક પ્રકારના રોગે મનુષ્યને સતાવે છે, પણ તપથી તે બધાને દૂર રાખી નીરગી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ પ્રકારની વિદ્યા સિદ્ધ કરવી હોય તે તે તપથી સિદ્ધ કરી શકાય છે. અથવા આકાશગમનાદિ વિવિધ પ્રકારની દૈવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તે તે પણ તપથી સિદ્ધ કરી શકાય છે. આમ તપ એ વિવિધ પ્રકારની સિદ્ધિઓનું સાધન છે.
વિષ્ણુસ્મૃતિમાં કહ્યું છે કે – आश्चरं यद्दरापं यद्दरं यच्च दुष्करम् । सर्व तत्तपसा साध्यं, तपो हि दुरतिक्रम् ॥