________________
તપના પ્રભાવ
૧૩
જોડાયા. એ કામ જૈનસાહિત્ય-વિકાસ–મંડળનાં નામથી થવા લાગ્યું. ત્યાંથી પ્રતિકમણુસૂત્ર-પ્રોપટીકાનાં સને અમને સારા યશ આપ્યા. ત્યારથી અમારી સાહિત્યસર્જનની પ્રવૃત્તિ એક સરખી ચાલુ રહી છે અને તેના દ્વારા અમારા ચાગ-ક્ષેમનું વહન આજપર્યંત સારી રીતે થતુ રહ્યુ છે.
તાત્પર્ય કે તપથી વિઘ્નની પરંપરા દૂર થાય છે અને તેથી તે મંગલરૂપ છે, એમાં કાઈ સંશય રાખવા જેવા નથી. પાઠકેને આ ખાખતના સ્વયં અનુભવ કરી જોવાની અમારી ખાસ ભલામણ છે.
૩–તપના પ્રભાવ
તપના પ્રભાવ અચિંત્ય છે. તે માટે જન મહિષ એએ કહ્યું છે કે—
यस्माद् विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति ॥ उन्मीलन्ति महर्धयः कलयति ध्वंसं चयः कर्मणां, स्वाधीनं त्रिदिवं शिवं च भजति श्लाध्यं तपस्तन्न किम् ॥
· જે તપથી વિઘ્નની પરંપરા દૂર થાય છે, દેવેા દાસ થઈ ને રહે છે, કામવાસના શમી જાય છે, ઇંદ્રિયા પર કાબૂ મેળવી શકાય છે, કલ્યાણુ વૃદ્ધિ પામે છે, મહાન પ્રાપ્ત થાય છે, કર્મ ૫ સમૂહને નાશ થાય છે, સ્વગ સ્વાધીન થાય છે અને મેક્ષ પામી શકાય છે, તે તપ વખાણુવા ચેાગ્ય નથી શું?”
अथिरंपि थिर वकंपि उज्जुअं दुलहं वि तह-सुलहं । दुरुज्झं वि सुरुज्झं तवेण संपज्जए कज्ज ं ॥