________________
શું નિયમનું બંધન ઈચ્છવા યોગ્ય નથી ? ] ચોગ વધારેમાં વધારે સંયમની સાધના થઈ શકે તે રીતે કરે. પછી જ્યારે તે બિલકુલ અશકત થઈ જાય ત્યારે કોઈ પણ જાતનો મોહ કે મમત્વ ભાવ રાખ્યા વિના માટીનાં ઢેફાંની જેમ તેને ત્યાગ કરી દે.” - “જેમ સુશિક્ષિત અને કવચધારી ઘેડો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે, તેમ સ્વછંદને રોકનારે મુમુક્ષુ જીવનસંગ્રામમાં વિજયી થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.
સંયમજીવનમાં મંદતા લાવનારા કામને ઘણુ લોભાવનારા હોય છે, પરંતુ સંયમી પુરુષ તેના તરફ પિતાનાં મનને કદી આકર્ષિત થવા ન દે. વિવેકી સાધકનું કર્તવ્ય છે કે તે ક્રોધને દબાવે, માનને દૂર કરે, માયાનું સેવન ન કરે અને લેભને છેડી દે.”
“જે મનુષ્ય ઉપર–ઉપરથી સંસ્કૃત જણાય છે, પણ વસ્તુતઃ તુચ્છ છે, બીજાની નિંદા કરનાર છે, રાગદ્વેષથી યુક્ત છે, ઈદ્રિને પરાધીન છે, તે અધર્મનું આચરણ કરનાર છે, એમ વિચારીને વિવેકી સાધક શરીરનાશપર્યત “દુર્ગ
થી દૂર રહે અને સદ્ગુણેની જ કામના કરે.” ૪–શું નિયમોનું બંધન ઇચ્છવા એગ્ય નથી?
કેટલાક મનુષ્યો એમ માને છે કે આપણી જાતને વૃત્તિનિયમેનાં કડક બંધનથી બાંધવી નહિ. એ તે ચાલે તેમ ચાલવા દેવું, અન્યથા જીવન રસહીન થઈ જાય અને
જીવવા જેવું રહે નહિ.” પણ આ માન્યતા ભ્રમપૂર્ણ છે. ત્રિતનિયમેનું બંધન એ વાસ્તવિક બંધન નથી. પણ ઈન્દ્રિય