________________
અને લોકોનો ઉદ્ધાર કર્યો, તેને ભારતની પ્રજા કદી પણ કેમ ભૂલી શકે ?
તીર્થકર જીવનનું વસમું ચાતુર્માસ ભગવાને અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખનશાળામાં કર્યું. ત્યાં મલ્લગણના ૯ રાજાએ લિચ્છવીગણના ૯ રાજાએ તથા બીજા સંખ્યાબંધ ઉપાસકને અડતાલીશ કલાક સુધી સતત દેશના આપી આ વદિ અમાસે નિર્વાણ પામ્યા.
આ મહાન જગદીપક બૂઝાઈ જતાં તેની બેટ પૂરી પાડવા માટે તે રાત્રે ભવ્ય દીપમાળાઓ રચવામાં આવી. ત્યારથી દીપાવલી –દીવાળીનું પર્વ શરૂ થયું.
જ્યાં પ્રભુને અગ્નિદાહ દેવામાં આવ્યું, ત્યાંની પવિત્ર ભગમને લેકે ખુબ આદરથી લેવા લાગ્યા. પછી તે ત્યાંની માટીને પણ એટલી જ પવિત્ર માની ગ્રહણ કરવા લાગ્યા. એમ કરતાં ત્યાં માટે ખાડે પડ્યો અને કાલાંતરે સરોવર બન્યું. આજે એ સરોવરની મધ્યમાં એક વેત સુંદર મંદિર ઊભું છે અને પ્રતિવર્ષ લાખો મનુષ્ય તેની ભાવપૂર્ણ યાત્રા કરે છે.
૧૬-ઉપસંહાર ભગવાનની વાણીમાં વિશ્વમૈત્રી તથા અનુકંપાનું અમૃત લે છલ ભર્યું હતું તથા તેમાં ગુણાનુરાગ અને મધ્યસ્થતાને અનાહત નાદ બરાબર ગુંજતે હતે. ભગ