________________
બતાવ્યા. આથી તે બ્રાહ્મણ પંડિતેઓ ત્યાં ને ત્યાં જ ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને તેમની સાથેના ૪૪૦૦ બ્રાહાણ છાએ પણ પિતાના ગુરુનું અનુકરણ કર્યું. આ રીતે એક જ સભામાં ૪૪૧૧ બ્રાહ્મણે પ્રતિબંધ પામી તેમના ધર્મસંઘમાં દાખલ થયા.
ભગવાને ઇન્દ્રભૂતિ આદિને તેમના શિષ્યગણના આચાર્ય અર્થાત ગણધર બનાવ્યા અને પિતાના પટ્ટશિષ્ય તરીકે સ્થાપ્યા. આ પટ્ટશિષ્યએ ભગવાનનાં પ્રવચનને ભાવ ધારી લઈને તેના આધારે શાસ્ત્રો બનાવ્યાં, એટલે ભગવાન મહાવીરનાં વચનામૃતને સંગ્રહ કરવાને ખરે યશ તેમના ફાળે જાય છે.
ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મારાધક સંઘનું ચિત્ર ઘણું ઉજજવલ હતું. તેના શ્રમણવર્ગમાં બિંબિસાર(શ્રેણિક)પુત્ર મેઘકુમાર, નંદિષેણ, રાજા ઉદાયન, રાજા પ્રસન્નચંદ્ર વગેરે ક્ષત્રિયે હતા; ધના–શાલિભદ્ર વગેરે ધનકુબેર વિ હતા, તેમજ ખેડૂતો, કારીગરે વગેરે પણ ઘણુ હતા. શ્રમણવર્ગમાં ચંદનબાળા, ભગવાનની પુત્રી પ્રિયદર્શના, મૃગાવતી આદિ ક્ષત્રિયપુત્રીઓ હતી, દેવાનંદા આદિ બ્રાહ્મણ પુત્રી હતી અને બીજી કેટલીક વૈશ્યપુત્રીઓ તથા શૂદ્રપુત્રીઓ પણ હતી.
એ વખતે શ્રી પાર્શ્વનાથને ચાતુર્યામ ધર્મ પાળનારા શ્રમણ-શ્રમણીએ વિદ્યમાન હતા, તે બધા ધીમે ધીમે ભગવાન મહાવીરે સ્થાપેલા આ ધર્મારાધક સંઘમાં ભળી ગયા.