________________
દયાની ભાવના વિકાસ પામી. વળી સ્વેચ્છાચાર-દુરાચાર ખૂબ ઘટી ગયું અને લેકે બને તેટલું સંયમી જીવન ગાળવા પ્રયત્નશીલ બન્યા. વિશેષમાં લેકે તપશ્ચર્યાનું સાચું સ્વરૂપ સમજ્યા અને તેનું બને તેટલું આરાધન કરવા લાગ્યા.
ભગવાન મહાવીરે બીજું પણ એક મહત્વનું કાર્ય કર્યું. એ વખતે લેકે સ્કર્ષ માટે પોતાના પુરુષાર્થ પર ભરોસે રાખવાને બદલે દેવદેવીઓ કે યક્ષ-વ્યંતરોની કપા પર આધાર રાખતા થઈ ગયા હતા અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક જાતના ઉપાયો કરતા હતા. પરંતુ ભગ વાન મહાવીરે કહ્યું કે “કા સો વામણા તમારે આત્મા છે, તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાન અને ક્રિયાની અનંત અપાર શક્તિ ભરેલી છે. તમે એને પ્રકટ કરતાં શીખે તે અન્ય કેઈની સહાય લેવાની જરૂર રહેશે નહિ.”
ઉપરાંત તેમણે પુરુષાર્થની પંચસૂત્રી આપી કે જેને ઉત્થાન-કર્મ–બલ-વીર્ય-પરાક્રમને સિદ્ધાંત કહેવામાં આવે છે. તેનું રહસ્ય એ છે કે સહુથી પ્રથમ મનુષ્ય આળસ મરડીને–પ્રમાદ ખંખેરીને ઊભા થવું જોઈએ; પછી કામે લાગવું જોઈએ; પછી એ કામમાં પિતાનું સઘળું બળ રેડવું જોઈએ; એ કાર્ય પૂરું કરવાનો દિલમાં ખૂબ ઉમંગ રાખ જોઈએ; અને કાર્યસિદ્ધિની આડે જે વિદને, કષ્ટો કે મુશ્કેલીઓ આવે તેને હિંમતથી સામનો કરી આગળ વધવું જોઈએ. આ રીતે પુરુષાર્થ કરનારને સિદ્ધિસફલતા અવશ્ય મળે છે.