________________
માનતા હતા કે ભગવાન કેઈ
, કદાચિત નિ
રાખતા હતા. નિદ્રાને પણ તેઓ યોગસાધનામાં બાધક માનતા હતા, એટલે તેનું સેવન કરતા નહિ. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “ભગવાન કઈ કઈ વાર આડા પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહિ. કદાચિત નિદ્રા આવતી તે તેને પ્રમાદ વધારનારી સમજી, ઉઠીને દૂર કરી દેતા. કેઈ વાર ભગવાન મુહૂર્ત સુધી રાત્રે ચંક્રમણ પણ કરતા.” નિદ્રાને દૂર રાખવા માટે તેમને આ ખાસ પ્રાગ હતે.
ભગવાને સર્વ ભયને જિતી લીધા હતા અને મરયુના ભયને પણ જિતી લીધું હતું. વળી તેમણે અંતરના કામધાદિ સર્વ શત્રુઓને જિતી લીધા હતા, એટલે તેમની ગણના “જિન” તરીકે થઈ હતી.
ઉત્કૃષ્ટ ગસાધના, ઉગ્ર તપશ્ચર્યા, વિશુદ્ધ જીવન અને જ્યાં જાય ત્યાં આનંદ-મંગલના પ્રવર્તનને લીધે તેઓ સહુના પૂજાપાત્ર બન્યા હતા અને “અહંત' તરીકે ઓળખાયા હતા.
યોગસાધના કરતાં ભગવાનને અનેક જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પણ તેને ઉપયોગ તેમણે પિતાના સ્વાર્થ માટે કે લોકોને પ્રભાવિત કરવા માટે કર્યો ન હતે.
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે ધ્યાનશતકકના પ્રારંભમાં ભગવાન મહાવીરને રોગીશ્વર તરીકે વંદના કરી છે, તે એમ બતાવે છે કે ભગવાન મહાવીર પરમ ગવિશારદ હતા અને ગની સર્વ કિયાઓને સારી રીતે જાણનારા હતા.