________________
fo
કઈ પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર રાખવી. બીજા દિવસે સવાર થતાં પશ્ચિમ દિશામાં મુખ રાખીને અને સાંજે ઉત્તર દિશામાં મુખ રાખીને એજ પ્રમાણે કઈ પણ વસ્તુ પર દષ્ટિ સ્થિર રાખવી. તાત્પર્ય કે આમાં લાગેટ બાર કલાક સુધી એક પદાર્થ પર ધારણ કરવાની હોય છે અને એ પ્રાગ અડતાલીસ કલાક સુધી ચાલુ રાખવાને હેાય છે. આપણે એક વસ્તુ પર વધારેમાં વધારે કેટલા વખત સુધી દષ્ટિ સ્થિર રાખી શકીએ છીએ, તેને વિચાર કરે તે આ વસ્તુનું મહત્વ સમજાશે. ભગવાને આ પ્રગ લગભગ દશ વર્ષના ગાભ્યાસ પછી શ્રાવસ્તી નગરીની બાજુમાં આવેલ સાનુયષ્ઠિક નામના ગામમાં કર્યો હતો અને તેમાં સફલતા મેળવી હતી.
મહાભદ્ર પ્રતિમામાં એક દિશામાં વીશ કલાક રહેવાનું હોય છે અને તેટલે વખત કઈ પણ એક પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરવાની હોય છે. છનનુ કલાકના નકેરડા ઉપવાસપૂર્વક આ પ્રતિમા પૂરી થાય છે. ભગવાન તેમાં પણ પાર ઉતર્યા હતા. | સર્વતેભદ્રપ્રતિમાને વિધિ તે ઘણે જ કઠિન છે. તેમાં ચાર દિશા, ચાર વિવિશા, ઊર્વ દિશા અને અધદિશા એમ કુલ દશ દિશામાં એક એક અહેરાત્ર સુધી દષ્ટિને સ્થિર કરીને રહેવાનું હોય છે અને દસે દિવસ નકોરડા ઉપવાસ કરવાના હોય છે. ભગવાન તેમાં પણ વિજયી થયા હતા.