________________
૫૬
૮-ગસાધના ગમાર્ગ વિના આત્મશુદ્ધિ નથી, આત્માને સાક્ષાકાર નથી, મુક્તિ કે નિર્વાણ નથી, એમ જાણે ભગવાન મહાવીરે તેને સ્વીકાર કર્યો હતે.
ભેગ અને એશ્વર્યને ત્યાગ કર્યા વિના એગદીક્ષા લઈ શકાતી નથી, એટલે તેમણે સર્વ પ્રકારની ભેગલાલસા છોડી દીધી હતી અને સર્વ ઐશ્વર્યાને ત્યાગ કરી એક નિર્ચથની અર્થાત્ શ્રમણની વૃત્તિ સ્વીકારી હતી.
જ્યાં સુધી પાપકારી પ્રવૃત્તિઓ પર પૂર્ણ પ્રતિબંધ ન મૂકાય ત્યાં સુધી આત્મા પવિત્ર-શુદ્ધ-સ્વચ્છ થતું નથી, એટલે તેમણે ગાદીક્ષાને સ્વીકાર કરતી વખતે સર્વ પાપકારી પ્રવૃત્તિઓને (સાવદ્યોગોને) મન-વચન-કાયાથી ત્યાગ કર્યો હતે.
ગની સાધના યમપૂર્વક જ સફળ નીવડે છે, એટલે તેમણે ગસાધનાના પ્રારંભમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ (મહાવ્રત) ધારણ કર્યા હતાં અને તેનું અપ્રમત્તભાવે પાલન કરતા હતા.
યમની સાથે કેટલાક નિયમની પણ આવશ્યક્તા છે, એટલે તેમણે રાત્રિભેજનત્યાગ વગેરે કેટલાક નિયમ ગ્રહણ કર્યા હતા અને આવશ્યક્તા મુજબ તેમાં ઉમેરે કર્યો હતે. દાખલા તરીકે એક તાપસના આશ્રમમાં કઈક કો અનુભવ થતાં તેમણે નીચેના પાંચ નિયમ ધારણ