________________
LY ધાર ઓગણચાલીશમી
નરકની વેદના
नेरयइत्ताए कम्मं पकरेत्ता नेरइएसु उअवजन्ति तं जहामहारम्भयाए महापरिग्गहयाए, पंचिंदियवहेण कुणिमाहारेणं
[ ૫૦ સૂત્ર ૩૪ ] નારકગ્ય કર્મ કરી જીવે નારકમાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે-મહાઆરંભ કરવાથી, મહાપરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય અને વધ કરવાથી અને માંસભક્ષણ કરવાથી.
जारिसा माणुसे लोए, ताया दीसन्ति वेयणा । एत्तो अणन्तगुणिया, नरएसु दुक्खयणा ।। २ ।।
[ ઉત્ત- અ. ૧૯, ગા૦ ૭૪ ] મનુષ્યલોકમાં જેવી વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણ વેદનાઓ નરકમાં છે.
વિમધ્યલકની નીચે રત્નપ્રભા આદિ સાત પૃથ્વી એકની નીચે એક એ પ્રમાણે આવેલી છે. તે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી, ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નારકી તરીકે ઓળખાય છે. ત્યાં ઉત્પન્ન થતા જીવે મનુષ્યલેકની વેદનાઓ કરતાં અનંતગુણ વેદનાઓ ભેગવે છે.
अच्छिनिमीलियमेत्तं, नत्थि सुहं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं, अहोनिसं पच्चमाणाणं ॥ ३ ॥
[ જીવાવ પ્રતિ ૩, ઉ૦ ૩, ગા૦ ૮, સૂત્ર ૯૫ ]