________________
[ શ્રી વીર-વચનામૃત
સ્તવન, સ્તુતિ તથા તેત્રે વગેરે દ્વારા શ્રી જિનેશ્વર દેવની જે ભક્તિ કરવામાં આવે છે, તેને સમાવેશ આ બીજા પ્રકારના આવશ્યકમાં થાય છે. वंदणएणं भन्ते ! जीवे किं जणयइ ? वंदणएणं नीयागोयं कम्मं खवेइ उच्चागोयं कम्मं निबंधइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं निव्वत्तेइ । दाहिणभावं च णं जणयइ ॥ ३ ॥ |
ઉત્તઅ૦ ૨૯, ગા. ૧૦ ] પ્રશ્ન–હે ભગવન્! વંદનકથી જીવ શું ઉપાર્જન કરે?
ઉત્તર—હે શિષ્ય! વંદનથી જીવ નચત્ર કર્મને ક્ષય કરે અને ઉચ્ચત્ર કર્મ બાંધે. વળી તે અપ્રતિહત સૌભાગ્ય અને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે, તેમ જ વિશ્વવલ્લભ બને.
વિ. ગુરુને વિધિથી વિનયપૂર્વક વંદન કરવું તે વંદનક નામનું ત્રીજું આવશ્યક છે. ગુરુને વિનય કર્યા વિના કે તેમના પ્રત્યે અત્યંત આદરમાનની લાગણી રાખ્યા વિના આધ્યાત્મિક પ્રસાદ પ્રાપ્ત થતું નથી. તેમને રોજ સવાર-સાંજ વિધિપૂર્વક વંદન કરવાથી ઉપર જણાવ્યા તેવા લાભે થાય છે.
पडिक्कमणेणं भन्ते! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिराणि पिहेइ । पिहिय-वयछिदे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु