________________
૩૯
હું અતિ પ્રભાવિત થયેલ; પરંતુ તે વખતે મારી ઉમર શી? મારી સમજણ શી?
ચૌદ-પંદર વર્ષની ઉમરે, મારા મૂળ વતન સૌરાષ્ટ્રના દાણુંવાડા ગામમાં મને જમણું પગે સાપ કરડે અને પગની પાનીના ઉપરના ભાગમાં છરીથી એક મેટો કાપ મૂકવામાં આવ્યો. આ કાપ કાઈ ડેકટર, વૈદ્ય કે હકીમે નહિ, પણ એક અણઘડ માણસે માત્ર મારો જાન બચાવવાના ઈરાદાથી મૂલે, એટલે તેની વેદના કેવી હોય, એ કલ્પી શકાય એમ છે. મારા મુખમાંથી દર્દભરી ચીસો નીકળવા લાગી, પણ તે જ વખતે શ્રદ્ધામતિ માતાએ આદેશ આપ્યો કે “તારી ચીસો બંધ કર. માત્ર ભગવાન મહાવીરનું નામ જ રટયા કર, તને જરુર સારું થઈ જશે.” અને મેં એ આદેશને શિરોધાર્ય કરી મહાવીર...મહાવીર' નામ રટવા માંડયું. કોઈ વાર વેદના વધારે થતી તે એ નામ ખૂબ મેટેથી બોલાઈ જવાતું, પણ એ વખતે મુખમાં બીજો કોઈ શબ્દ પ્રવેશવા દીધો ન હતો, એ મને બરાબર યાદ છે.
ભગવાનના નામના આ પવિત્ર રટણને લીધે કહે કે આયુષ્ય રેખા બળવાન હોવાને લીધે કહે, પણ હું એ જીવલેણ આફતમાંથી બો અને પાછા અમદાવાદ જઈ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો.
અહીં એટલું સ્પષ્ટ કરું તે ઉચિત ગણાશે કે કુટુંબની સ્થિતિ ઘણું સાધારણ હોવાથી હું બાર વર્ષની ઉંમરે વિશેષ વિદ્યાભ્યાસ કરવા માટે અમદાવાદ શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયો હતો, અને ત્યાં સાત વર્ષ રહી ગુજરાત વિદ્યાપીઠને વિનીત થયો હતો. આ વખતે ગ્રીષ્મ રજાઓ ચાલતી હતી, એટલે હું મારી માતા તથા બે બહેનને મળવા માટે મૂળ વતનમાં આવ્યો હતો.
અમદાવાદમાં વિદ્યાભ્યાસ દરમિયાન એક વાર પર્યુષણ પર્વમાં ગુમુખેથી ભગવાન મહાવીરનું ચરિત્ર પૂરેપૂરું સાંભળ્યું અને મારા