________________
ધારા વીસમી
કુશિષ્ય
वहणे वहमाणस्स, कन्तारं अइवत्तई । जोए य वडमाणस्स, संसारं अइवत्तई ॥ १ ।।
જેમ ગાડીમાં વિનીત બળદોને જોડવાથી તેઓ વનને સરલતા પૂર્વક પાર કરી જાય છે, તેમ સુશિષ્યને ગ– સંયમીરૂપી વાહનમાં જોડનારો આચાર્ય સંસારરૂપી અરણ્યને સુખપૂર્વક પાર કરી જાય છે.
खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सई । असमाहिं च वेएइ, तोत्तओ से य भञ्जई ॥२॥
જે પુરુષ વાહનમાં દુષ્ટ બળદને જોડે છે, તે એમને મારતા મારતા થાકી જાય છે, અસમાધિન (ચિત્તની અસ્વસ્થતાને) અનુભવ કરે છે અને તેને ચાબૂક પણ તૂટી જાય છે.
एग डसइ पुच्छम्मि, एगं विन्धइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपट्टिओ ॥ ३ ॥
દુષ્ટ બળદોમાંને કેઈ બીજાના પૂંછડે બટકું ભરે છે, કેઈ વારંવાર બીજાને શિંગડું મારે છે, કોઈ સમેલને ભાંગી નાખે છે, તે કઈ આડામાર્ગે ચાલ્યા જાય છે.
વિટ ધસરામાં ભરાવવાના લાકડાના નાના દંડુકાને. સામેલ કહે છે.