________________
- ૧૬૩
અપરિગ્રહ ]
जं पि वत्थं च पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजमलज्जट्ठा, धारेन्ति परिहरन्ति य ॥ १८ ॥
[ દશ૦ અ ૬, ગા. ૧૯ ] સંયમી પુરુષ જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂછન વગેરે રાખે છે, તે સંયમના નિર્વાહ અર્થે રાખે છે (એટલે તે પરિગ્રહ નથી). કઈ વખત તેઓ સંયમના રક્ષણાર્થે એને ત્યાગ પણ કરે છે. न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ १९ ॥
દશ૦ અ૦ ૬, ગા. ૨૦] પ્રાણી માત્રના સંરક્ષક જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે વસ્ત્ર આદિ બાહ્ય વસ્તુઓને પરિગ્રહ કહ્યો નથી, પણ તેના પરની મૂચ્છાને–તેના પરના મમત્વને પરિગ્રડ કહ્યો છે, એમ (તેમના પગલે ચાલનારા) મહર્ષિઓએ કહેલું છે.
सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे । अवि अप्पणा वि देहम्मि, नाऽऽयरन्ति ममाइयं ॥२०॥
[ દશ અ૦ ૬, ગા. ૨૧] જ્ઞાની પુરુષે વસ્ત્ર, પાત્ર વગેરે સર્વ પ્રકારની સાધનસામગ્રીને સંરક્ષણ કે સ્વીકારમાં મમત્વ રાખતા નથી. (વિશેષ શું?) તેઓ પિતાના દેહમાં પણ મમત્વ રાખતા નથી.