________________
અહિંસા ]
૧૧૯
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને ખીજસહિત તૃણુ, વૃક્ષ આદિ વનસ્પતિકાય-એ સર્વ જીવેા અતિ સૂક્ષ્મ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વેનુ પૃથક્ પૃથક્ અસ્તિત્વ છે. )
ઉકત પાંચ સ્થાવરકાય ઉપરાંત ખીજા ત્રસ પ્રાણીઓ પણ છે. એ છ જીવનિકાય કહેવાય છે. સ’સારમાં જેટલા પણ જીવે છે, તે સર્વેના સમાવેશ આ ષડૂનિકાયમાં થઈ જાય છે. એના સિવાય ખીજી કાઈ જીવ-નિકાય નથી.
બુદ્ધિમાન પુરુષ ઉક્ત ષડૂજીવનિકાયનું સર્વ પ્રકારે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે અને ‘સર્વે જીવેા દુઃખથી ગભરાય છે’ એમ જાણીને તેને દુઃખ દે નહિ,
जे केइ तसा पाणा, चिट्ठन्ति अदु थावरा । परियाए अस्थि से अज्जू, जेण ते तसथावरा ॥ १९ ॥ [ ૦ ૦ ૧, અ॰ ૧, ૩૦ ૪, ગા॰ ૮ ]
જગતમાં કેટલાક ત્રસ જીવેા છે અને કેટલાક સ્થાવર જીવા છે. એક પર્યાયમાં હાવુ કે ખીજા પર્યાયમાં હાવું એ કાઁની વિચિત્રતા છે. અર્થાત્ સર્વ જીવા પાંત પેાતાના ક્રમ અનુસાર ત્રસ કે સ્થાવર થાય છે.
उरालं जगओ जोगं,
विवज्जासं पलिन्ति य ।
सव्वे अक्कंतदुक्खा य,
अओ सव्वे अहिंसिया ।। २० ।।
[ મૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૪, ગા૦ ૯ ]