________________
[ શ્રી વીર-વચનામૃત
થાય તે અશુભનામકર્મ કહેવાય.
શુભ નામકર્મના અનંત ભેદ છે, પરંતુ મધ્યમ અપેક્ષાએ ૩૭ ભેદો મનાય છે અને અશુભ નામકર્મના પણ અનંત ભેદો છે, પરંતુ મધ્યમ અપેક્ષાએ ૩૪ ભેદો મનાય છે. તેને વિસ્તાર કર્મથી જાણ.
गोयकम्मं तु दुविहं, उच्चं नीअं च आहि । उच्च अविहं होइ, एवं नीअं वि आहिअं ।। १४ ।।
ગોત્રકર્મ બે પ્રકારનું કહેવું છેઃ (૧) ઉચ્ચ અને (૨) નીચ. વળી તે દરેકના આઠ આઠ પ્રકારે કહેલા છે.
વિ. ઉચ્ચગોત્ર કર્મના આઠ પ્રકારો આ પ્રમાણે સમજવા : (૧) ઉચ્ચજાતિમાં ઉત્પન્ન થવું, (૨) ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થવું, (૩) બળવાન થવું, (૪) સૌંદર્યવાન થવું, (૫) તપસ્વી થવું, (૬) પ્રત્યેક વ્યવહારમાં અર્થ પ્રાપ્તિ થવી, (૭) વિદ્વાન થવું અને (૮) સંપત્તિવાન થવું. નીચ ગેત્રના આઠ પ્રકારે આથી વિરુદ્ધ સમજવા.
दाणे लाभे य भोगे य, उवभोगे वीरिए तहा । पंचविहमंतरायं, समासेण विआहियं ॥ १५ ॥
[ ઉત્તઅ૦ ૩૩, ગા) ૧ થી ૧૫ ] અંતરાયકર્મ સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહેવું છેઃ (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરીય અને (૫) વયતરાય. - વિટ આપવાની વસ્તુ વિદ્યમાન હોવા છતાં અને કાન આપવાથી થતાં લાભેને ખ્યાલ હોવા છતાં, જેને