________________
સંસારી જીવાનું સ્વરૂપ ]
પ્રત્યેક વનસ્પતિના અનેક પ્રકાર છે. જેવા કે—
(૧) વૃક્ષ—આંખે, લીમડા આદિ. (ર) ગુચ્છ—વૈતાકડી આદિ.
(૩) શુલ્મ—નવમાલિકા આદિ
(૪) લતા—ચ'પકલતા આદિ. (૫) વલી—વેલા. કહેાળા, તુરિયા આદિ. (૬) તૃણુ—ઘાસ.
(૭) વલય—વલયાકૃતિવાળી વિશિષ્ટ વનસ્પતિ. (૮) વજ—શેરડી આદિવવાળી વનસ્પતિ. (૯) કુહણ–ભૂમિફાડા.
(૧૦) જલરુહ—જલમાં ઉગનારા, કમલ આદિ. (૧૧) ઔષધિ—ધાન્ય વર્ગ, ડાંગર, ઘઉં આદિ. (૧૨) હરિત—ભાજીપાલે.
૩.
સાધારણ વનસ્પતિ પણ અનેક પ્રકારની છે. અહી આલૂ, મૂળા અને શ્રૃંગભેરનાં નામ આપ્યાં છે, તે ખધાં એક જાતના કા છે. આલૂ એટલે આલકંદ, મૂળા પ્રસિદ્ધ છે. શ્રૃંગબેર એટલે આદું. તાત્પર્યં કે તમામ પ્રકારના કઢાની ગણના સાધારણ વનસ્પતિમાં કરવાની છે. આ ઉપરાંત તમામ વનસ્પતિના ફણગા, કુપળા, કૂણાં ફળે તથા જેના કણસલાં તથા નસે। ગુપ્ત હાય તેની ગણના પણ સાધારણ વનસ્પતિમાં કરવાની છે. સાધારણ વનસ્પતિને અનંતકાય પણ કહેવામાં આવે છે, કારણ કે તેના એક સૂક્ષ્મ ટુકડામાં પણ અનત જીવા હોય છે.
ર