________________
HALA
ધારા ત્રીજી સંસારી જીનું સ્વરૂપ
संसारत्था उ जे जीवा, दुविहा ते वियाहिया । तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥१॥
[ ઉત્ત૭ અ. ૩૬, ગા. ૬૮ ] જે જીવે સંસારી છે, તે બે પ્રકારના કહેલા છે? ત્રસ અને સ્થાવર. તેમાં સ્થાવર ત્રણ પ્રકારના છે.
વિસિદ્ધના જીવોનું વર્ણન પૂરું થયું. હવે સંસારી જેનું વર્ણન શરૂ થાય છે. સંસારી જ મુખ્યત્વે બે પ્રકારના છેઃ (૧) ત્રસ એટલે ચર-હલનચલન કરી રહેલા અને (૨) સ્થાવર એટલે અચર-સ્થિર રહેલા. पुढवी आउजीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए सुणेह मे ॥२॥
[ ઉત્તઅo ૩૬, ગા૬૯ ] સ્થાવર જીવે પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક એમ ત્રણ પ્રકારના છે. તેના ભેદે મારી પાસેથી સાંભળે. | વિપૃથ્વી-માટી એજ જેની કાયા છે, તે પૃથ્વીકાયિક જીવ; અ-પાણ એજ જેની કાયા છે, તે અપકાયિક જીવ; અને વનસ્પતિ એજ જેની કાયા છે તે વનસ્પતિકાયિક જીવ. આ ત્રણે પ્રકારના જીવને સ્થાવરમાં સમાવેશ થાય છે.