________________
૧૦૮
Lord Mahavira ! We Bow to Thee. અંધકારને દૂર કરનાર હૈયાઓને પ્રમુદિત કરનાર
આશાને લાવનાર વિશ્વના મહાપ્રકાશ
મૂર્તિમંત સત્ય જાણે ઝળહળતો સૂર્ય એવા તેજસ્વી હે મહાવીર!
અમે તને નમીએ છીએ. મહાન આદર્શને દઢતાથી વળગી રહેનાર વાસનાઓના ભયાનક આકર્ષણને નાશ કરનાર
અને ધ્યાનના પ્રબળ અગ્નિ વડે
પૂર્વ સંચિત કર્મને સશે ક્ષય કરનાર
શ્રદ્ધામૂતિ સદા સંયમી
મહામહાવીર ! અમે તને નમીએ છીએ. પ્રભો! તમે બધું જાણ્યું છે, બધાની સામે ટક્યા છે, બધું સહન કર્યું છે,
બધું જિત્યા છે, અને સ્વયં પુરુષાર્થથી જ મુક્ત થયા છે; તમે પૂજ્ય છે, સંકલ્પમૂર્તિ
પ્રભુ મહાવીર ! અમે તમને નમીએ છીએ.