________________
સંકસિદ્ધિ આવે છે અને તે એમને બેહાલ બનાવી મૂકે છે. એ વખતે તેમના શેક-સંતાપને પાર રહેતું નથી. તાત્પર્ય કે આ વિચારે પણ બેટા જ છે અને તે મનુષ્યને ઉન્નતિને બદલે અવનતિ તરફ લઈ જનારા છે, માટે તેનાથી દૂર રહેવું.
સુજ્ઞ મનુષ્ય એમ સમજવું જોઈએ કે કોઈ કાર્ય એક પ્રયત્ન સિદ્ધ થાય છે, કઈ કાર્ય બે પ્રયત્ન સિદ્ધ થાય છે, કિઈ કાર્ય ત્રણ પ્રયત્ન સિદ્ધ થાય છે, તે કોઈ કાર્ય ઘણા પ્રયને સિદ્ધ થાય છે, તેથી પ્રયત્ન છોડે નહિ. જેઓ પ્રયત્ન કરતા રહે છે, તેઓ જ આખરે સિદ્ધિ મેળવે છે અને પિતાના જીવનને સુખી તથા યશસ્વી બનાવી શકે છે.
કળિયે જાળ બાંધતાં કેટલી વાર નીચે પડે છે ? પણ હિંમત ન હારતાં ફરી-ફરીને પ્રયત્ન કરે છે, તે આખરે જાળ બાંધી શકે છે અને તેના મનની મુરાદ પૂરી થાય છે. તે મનુષ્ય જેવા મનુષ્ય એક-બે થપાટ લાગતાં નીચે બેસી જવું અને પિતાના હાથપગ સંકેરી લેવા, એ ક્યાં સુધી ઉચિત છે? એ સુજ્ઞજનેએ વિચારી લેવું.
મહમ્મદ ગઝનીએ ભારતવર્ષ પર ચડાઈ કરવામાં છ વાર હાર ખાધી હતી, છતાં તેણે સાતમી વાર ચડાઈ કરી અને તેમાં તે સફલ થયે.
મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આપણને આ વસ્તુનાં દર્શન થાય છે. બ્રિટિશ સરકાર અન્યાય આચરી રહી છે અને તેનાથી આ દેશની જનતા દુઃખી થઈ રહી છે, એ વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા પછી તેમણે બ્રિટિશ સરકારને