________________
સકલ્પસિદ્ધિ
6
જે આપણને આપણી જાતમાં શ્રદ્ધા ન હેાય તેા ખીજા કાનામાં શ્રદ્ધા હોય ? એ વિચારવા જેવું છે. સ્વામી વિવે કાનદે તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે જેને આત્મશ્રદ્ધા નથી, તે અન્ય કોઇ વસ્તુઓ પ્રતિ શ્રદ્ધા ધારણ કરતા નથી. અને અજ્ઞાની તથા અશ્રદ્ધાવાનનું ભવિષ્ય તે તમે જાણા છે. છેવટે તેનેા નાશ જ થાય છે.’
૫૬
તાત્પર્ય કે ઉન્નતિના ઈચ્છુકોએ આત્મશ્રદ્ધા આત્મ વિશ્વાસનું સાચું મૂલ્યાંકન કરી તેને જગાડવા ઢંઢોળવા અવિરત પ્રયાસ કરવા જોઇએ.
એ વાત લક્ષ્યમાં રાખો કે આપણે એક વસ્તુ માટે દઢ સંકલ્પ કર્યાં હાય, તેને પાર પાડવાની ચેાજના ઘડી હાય અને તે અનુસાર પ્રયત્ના થતા હોય, પણ આત્મશ્રદ્ધા તૂટી, આત્મવિશ્વાસ ડગમગ્યા કે સલ્પ શીણ થઈ જાય છે, યેાજનાને ભયંકર આંચકા લાગે છે અને પ્રયત્નાની પરપરા તૂટી પડે છે. પેટ્રોલ વિના મેટર ચાલતી નથી, તેમ આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસ વિના સલ્પ ટકતા નથી.
અને એ વાત પણ ખાતરીથી માનેા કે જેની આત્મશ્રદ્ધા જવલત છે, જેને આત્મવિશ્વાસ પ્રચંડ છે, તે કદી કોઈની પરાધીનતા સેવતા નથી, ખાટી ખુશામત કરતા નથી કે પેાતાનું કાર્ય સાધી લેવા માટે જેવાં—તેવાં સાધનાના ઉપયોગ કરતા નથી. તે સિંહની વૃત્તિએ જીવે છે અને એક સિંહ તરીકે જ પોતાનુ જીવન પૂરું કરે છે.