________________
પર
સંકલ્પ સિદ્ધિ હતા, તે વખતે તેમણે સંકલ્પની અગાધ શક્તિનાં વખાણ કર્યા. આ સાંભળી એક શ્રોતાએ કહ્યું કે “આ તે બધું કાલ્પનિક લાગે છે. જ્યાં સુધી તે અંગે અમને કઈ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી આ બધું માનવાને અમે તૈયાર નથી.”
સ્વામીજીએ કહ્યું: “ઠીક છે. તમારી વાત હું માનું છું. પરંતુ તે સાથે જ તમને જણાવું છું કે હવે તમે તમારી બેઠક પરથી ઊઠી શકશે નહિ.” અને પેલા શ્રોતાએ ઘણું પ્રયત્નો કર્યા, પણ તે પિતાની બેઠક પરથી ઉઠી શક્યો નહિ. ત્યાર પછી સ્વામીજીએ કહ્યું કે “હવે તમે તમારી બેઠક પરથી ઉઠી શકો છો અને તે તરત ઉઠી શક્યો. ત્યાર પછી એક ટેબલ તરફ અંગુલિનિર્દેષ કરીને સ્વામીજીએ જણુવ્યું કે
અહીં એક સુંદર ઘોડે ઊભેલે છે, તે તમે બધા જોઈ શકશો.” અને સહુએ આશ્ચર્ય પૂર્વક એ ઘેડો નિહાળે. ત્યાર બાદ તેમણે કહ્યું : “તમે ઘેડો નહિ, પણ ટેબલ જ જોઈ રહ્યા છે. બરાબર ધારીને જુઓ” અને સહુને ટેબલ જ દેખાવા લાગ્યું.
તાત્પર્ય કે સંકલ્પશક્તિને કેળવવામાં આવે તે ધીમે ધીમે તે ઘણી જ વધી જાય છે અને આખરે એક પ્રચંડ શક્તિરૂપ બની જાય છે.
પરંતુ સંકલ્પરૂપી આ મેટરનું પેટ્રોલ આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ છે, એ ભૂલવાનું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આપણું આત્મશ્રદ્ધા જાગૃત થાય, આપણે આત્મવિશ્વાસ પ્રકટ થાય તે આપણે મનમાં જે કંઈ સંકલ્પ કર્યો હોય તેને અનેરૂં બળ મળે છે અને તેથી તે અત્યંત દૃઢ થઈ જાય છે.