________________
શુભ સંક૯૫ની આવશ્યકતા
૪૧.
- કેટલીક વાર શુભ સંકલ્પનું પરિણામ ઘણું ઝડપી આવે છે કે જેને આપણે એક પ્રકારને ચમત્કાર જ કહી શકીએ. શુભ સંકલ્પ કરનારો ચેર સામત બન્યો !
કઈ ચોરને એક મહાપુરુષે ઉપદેશ દીધું કે “તારે બીજું જે કંઈ કરવું હોય તે કરજે, પણ પરસ્ત્રીને સંગ કરીશ નહિ.” આ ઉપદેશની તેને અસર થઈ અને તેણે સંકલ્પ કર્યો કે “હવે પછી મારે પરસ્ત્રીને સંગ કરે નહિ. તે આ સંકલ્પનું બરાબર પાલન કરવા લાગ્યો.
હવે થોડા જ દિવસ બાદ મોટી માલમત્તા મેળવવાના ઈરાદાથી તે રાત્રિના સમયે એક રાજમહેલમાં દાખલ થયે અને તેમાં આવેલા અંતઃપુરમાં પ્રવેશ્યા. ત્યાં ઘણું સાવચેતી રાખવા છતાં તેને હાથ ભર ઊંઘમાં સૂતેલી રણને અડકી ગયે, એટલે તે જાગી ઉઠી ને ચારે બાજુ જેવા લાગી. ત્યાં થોડે દૂર આ ચારને ઊભેલે જોયે.
પ્રસંગવશાત્ રાજા આજે બીજા ખંડમાં સૂઈ રહ્યો હતું, એટલે તે એકલી જ હતી. દાસીઓ પણ બહારની પરસાળમાં અહીંતહીં સૂતેલી હતી.
એકાંત એ પાપને બાપ ગણાય છે, અર્થાત્ એકાંત મળે અને પાપ સામગ્રી મેજૂદ હોય તે મનુષ્યનું મન પાપ કરવા તરફ ઢળી જાય છે. આ પ્રમાણે એકાંત અને પ્રૌઢ પુરુષને વેગ મળતાં રાણુને તે ચોરની સાથે ભેગ ભેગવવાની ઈચ્છા થઈ એટલે તેણે ઈશારાથી ચેરને પોતાની પાસે બેલાવ્યું અને અતિ ધીમા સ્વરે કહ્યું કે “તું શા માટે આવ્યા છે?