________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૩૫ निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मी समाविशतु गच्छतु वा यथेच्छम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः॥
વ્યવહારવિચક્ષણ માણસો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી આવ કે ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, મૃત્યુ આજે આવે કે યુગ પછી આવો, પણ ધીર પુરુષો ન્યાયના માર્ગથી જરા પણ ચલાયમાન થતા નથી.”
ધાર્મિક આચરણની બાબતમાં પણ સંકલ્પબળની એટલી જ જરૂર છે. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, તેમ જ મદ્યપાન, જુગાર આદિ વ્યસનમાંથી તે સિવાય બચી શકાતું નથી કે દૈનિક ક્રિયાઓ વગેરે બરાબર થઈ શકતી નથી.
વળી તપશ્ચર્યા, ઇશ્વરભક્તિ આદિ ધર્મનાં વિશિષ્ટ અંગેનું પાલન કરવું હોય તો તે શું સંકલ્પબળ વિના બની શકે છે ખરું? એકાદશીને દિવસ હોય, ઉપવાસ કરવાનો વિચાર કર્યો હોય, એવામાં કઈ મહેમાન આવી ચડે અને દૂધપાકપુરીનું જમણ થાય તે નિર્બળ મનવાળે મનુષ્ય કહેશે કે આજે ઉપવાસથી સર્યું ! હવે આવતી એકાદશીએ ઉપવાસ કરીશું.' તાત્પર્ય કે એગ્ય સંકલ્પબળના અભાવે તે પિતાના વિચારમાં સ્થિર રહી શકશે નહિ. તેજ રીતે ઈશ્વરભજનમાં બે કલાક ગાળવાને વિચાર કર્યો હોય, પણ એવામાં છેલછબીલા મિત્રે આવી પહેચે, નાટકસનેમા કે ગાનતાનની