________________
સંકલ્પશક્તિમાં ભારે રસ પેદા કર્યો છે. તેના ઉચિત ઉપયોગ દ્વારા મનુષ્ય પોતાના જીવનમાં ધારેલી પ્રગતિ કરી શકે છે તથા સર્વમુખી ઉન્નતિ સાધી શકે છે, પણ તે વિષયનું સાહિત્ય ગુજરાતી ભાષામાં ઘણું અલ્પ છે. વળી જે કાંઈ સાહિત્ય પ્રકટ થયું છે, તે બહુધા અંગ્રેજી ભાષાના અનુવાદ તરીકે પ્રકટ થયું છે, એટલે તે આપણી આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય ભાવના સાથે જોઈએ તેવું સુસંગત નથી. આ સંગોમાં વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય ભાવનાને સન્મુખ રાખી ભારે પરિશ્રમપૂર્વક તૈયાર કરેલો “સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્દભુત કલા” નામને આ મૌલિક ગ્રંથ પ્રકટ કરતાં અમને ઘણો આનંદ થાય છે.
કુલ ૨૦ પ્રકરણોમાં યાર થયેલ આ ગ્રંથમાં આપણા મનનું સ્વરૂપ, વિચારોને વિશિષ્ટ પ્રભાવ તથા સંકલ્પશક્તિનું મહત્વ સપ્રમાણ સવિસ્તર દર્શાવવામાં આવ્યું છે, તેમજ જીવનસાફલ્ય માટે અતિ જરૂરી એવા ગુણો ઉપર પણ આવશ્યક વિવેચન થયેલું છે. ઉદાહરણો, ઉક્તિઓ, મહાપુરુષોના અભિપ્રાય આદિએ આ ગ્રંથને ઘણો સમય તથા મતનીય બનાવ્યો છે. પાઠકવર્ગ તેનો પૂરો લાભ ? ઉઠાવે, એ અમારી આંતરિક અભ્યર્થના છે.
હવે પછી “માનવમનની અજાયબીઓ નામનો ગ્રંથ પ્રકટ કરવાના છીએ, તે પણ અત્યંત ઉપયોગી તથા ગુજરાતી સાહિત્યમાં ભાત પાડનાર હશે.
આ ગ્રંથના પ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરનાર સહુનો આભાર માનીએ છીએ.
પ્રકાશક