________________
૩ર
સંકલ્યસિદ્ધિ કે તે ઢીલો પડી જવાને અને નીતિનિયમોને અવશ્ય ભંગ કરવાને.
થોડાં વર્ષ પહેલાની વાત છે કે જ્યારે સુરત જિલ્લાના દેસાઈ કુટુંબને એક ગ્રેજ્યુએટ યુવાન સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતો હિતે. અનુક્રમે તે વીરમગામ સ્ટેશને આવ્યા. ત્યાં તેના ડબ્બામાં વસ્ત્રાલંકારથી સજ્જ થયેલી એક નવયૌવના સ્ત્રી મેટા ટૂંક સાથે દાખલ થઈ અને તેની નજીક જ બેસી ગઈ. ડી વાર પછી તે સ્ત્રી નીચે ઉતરી, પણ ગાડી ઉપડવાને સમય થવા છતાં પાછી ફરી નહિ. પેલે યુવાન બારીમાંથી નીચે જેવા લાગે. એમ કરતાં ટ્રેન ઉપડી, એટલે તે યુવાન એમ સમજે કે “નક્કી આ સ્ત્રી ટ્રેન ચૂકી ગઈ અને હવે તે આ ટ્રેન પકડી શકશે નહિ.”
ઘડીવારે ટીકીટ ચેકર આવ્યો. તેણે પૂછયું કે “આ ટૂંક કેને છે?” હવે પેલા યુવાનને આ વખતે એવો વિચાર આવ્યું કે “નકકી આ ટૂંકમાં મૂલ્યવાન ઘરેણાં વગેરે હશે, એટલે મારી જ કહેવા દે ને ! પેલી સ્ત્રી તે હવે આવવાની નથી. અને તેણે કહ્યું: “આ ટૂંક મારી છે”
ટીકીટ–ચેકરે સામાન્ય રીતે ચાલાક હોય છે અને વજન વધારે જણાય તો તેને તોલ કરી વધારાને ચાર્જ લીધા વિના રહેતા નથી, પરંતુ આ ટીકીટ–ચેકરે તેની સૂફમ નજરે જોઈ લીધું કે આ ટૂંકના એક છેડે લેહીને કેટલાક ડાઘ પડેલા છે, એટલે વિશેષ કંઈ પણ બોલ્યા વિના તે નીચે ઉતરી ગયો અને તેણે આગામી સ્ટેશનેથી અમદાવાદના સ્ટેશન