________________
સંકલ્પશક્તિનું મહત્વ આપ્યું હતું, તે આર્ય અષ્ટાંગમાર્ગને અભ્યાસ કરવાથી સમજી શકાય છે. | ભારતના નીતિકારોએ પણ સંકલ્પશક્તિનાં યશોગાન ગાયાં છે. તેઓ કહે છે કે “મહપુરુષોનો સંકલ્પ વજી જે કઠેર હોય છે અને તેમનું હૃદય કુસુમ જેવું કેમલ હોય છે. તે જ પુરુષ ધીર, વીર અને ઉત્તમ છે કે જે પોતાના સંકલ્પને છેવટ સુધી વળગી રહે છે અને ગમે તેવાં વિદને આવવા છતાં તેને ત્યાગ કરતા નથી. જેણે સંકલ્પબળ કેળવ્યું નથી, જે પિતાના નિશ્ચયમાં ડગમગતો રહે છે અને લીધેલી પ્રતિજ્ઞા ગમે ત્યારે તોડી નાખે છે, તે કાપુરુષ છે, કાયર છે. તેમના જન્મનું વિશિષ્ટ ફળ શું?”
આ બાજુ ભગવાન ઈસુએ પણ “As a man thinketh, so he is-મનુષ્ય જે વિચાર કરે છે, તે જ તે બને છે” એ ઉપદેશ દ્વારા સુવિચાર, સદ્ભાવના અને સત્સંકલ્પનું મહત્ત્વ સમજાવ્યું હતું. પશ્ચિમના અનેક વિચારોએ તેનું વિવિધ રીતે પ્રતિપાદન કર્યું છે. જેમ કે“આવશ્યકતા-કાલમાં દઢ સંકલ્પ પૂરી સહાય કરે છે?
સેક્સપીયર જેને સંકલ્પ દઢ અને અટલ હોય છે, તે દુનિયાને પિતાના બીબામાં ઢાળી શકે છે.”
–ગેટે “જીવવું કે મરવું” એ જેણે નિશ્ચય કર્યો છે, તેને ભાગ્યે જ કોઈ જીતે છે.”
–કેનિલ