________________
ઉપક્રમ
૧૭
પણ ન હતી. અત્યારે પણ જેમતેમ કરીને આવી શકયો છું. નીકળવાનું મન થયું ત્યારે તે ચાલી નહિ શકાય એમ લાગતું હતુ, પણ પછીથી તે તેમાં એટલી બધી ગતિ પ્રકટી કે દોડયા જ કરવાનું અન્યુ છે અને એકી શ્વાસે અહીં આવ્યા છું. માટે કૃપા કરીને તમે આ દાહ મટાડો.’
6
શ્રીમોટાએ તેને અચાનક એમ કહ્યું કે ‘ ભાઈ ! તુ હવે એક વ્રત લે કે ઃ વિશ્વનાથના મંદિરમાં દર્શને આવનારનુ ગજવું કાપીશ નહિ.” એવું વ્રત જો તુ પાળવાનું વચન આપશે અને વચનનું પાલન કરશે તેા પ્રભુકૃપાથી તારા શરીરને દાહ જરૂર મટી જશે. કેઈ બિચારા મારા જેવા ગરીબ દેન કરવાને આવે અને તેનું ગજવુ' તારા જેવાથી કપાઈ જાય, તા તેના કેવા હાલ થાય ! માટે મંદિરમાં કોઈનુ પણ ગજવુ કાપવુ નહિ, એવા અડગ ટેક લે.’ ને તેણે મંદિરમાં કોઈનુ ગજવું નહિ કાપવાનું વ્રત લીધુ. શ્રીમાટાને તેના વચનમાં વિશ્વાસ લાગતાં તેમણે પ્રભુને તે માણસને દાહ મટાડી દેવાને પ્રાથના કરી અને ઘેાડી વારમાં તે તેના શરીરને દાહ મટી ગયેા. પછીથી તે શ્રીમોટાને પગે લાગીને રસ્તે પડ્યો.’
અહીં એટલું સ્પષ્ટીકરણ આવશ્યક છે કે સંકલ્પશક્તિ એ ખરેખર એક મહાન શક્તિ હેાવા છતાં વ્યાવહારિક ક્ષેત્રમાં તેના સફલતાપૂર્વક કેમ ઉપયોગ કરવા? તે સંબંધી આપણે ત્યાં જોઈએ તેવી વિશદ ચર્ચા-વિચારણા થયેલી નથી. એ કામ તેા છેલ્લી સદીમાં પશ્ચિમના વિદ્વાનાએ જ કર્યું છે અને તે માટે તેમને મુખારકબાદી ઘટે છે. અંગ્રેજી ભાષામાં કંઈ નહિ તેા ચે આ વિષયના ચાર-પાંચ ડઝન જેટલા ગ્રંથા હશે !