________________
ઉપકમ
મનોરથ – દરિદ્ર પુરુષોના મનમાં અનેક પ્રકારના મનેર– સંકલ્પ ઉત્પન્ન થાય છે, પણ તે બધા નાશ પામે છે” તાત્પર્ય કે ધનના અભાવે તેમના એ મને રથની–સંકલ્પની સિદ્ધિ થતી નથી.
એ વખતે અમારી પાસે કંઈ ધન ન હતું. અમારી સર્વ જરૂરીઆતે અમે જે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા, તેના તરફથી પૂરી પાડવામાં આવતી અને જ્યારે અમે ઊનાળા કે દીવાળીની રજાઓમાં અમારે વતન જતા, ત્યારે અમારે પંદરનો ખર્ચ કરવો પડતો. તે બે વાર મળી રૂપિયા દશથી વધારે આવતો નહિ. આ સંયોગમાં કાશ્મીરને પ્રવાસ કરવાની ઈચ્છા રાખવી, એ શેખચલ્લીના તર્ક જેવું જ ગણાય, પણ એ ઈછા અમારા હૃદયને સ્પર્શી ગઈ હતી અને કેમે ય કરી દૂર થતી ન હતી. એવામાં અમે વાગ્યું કે “Where there is a will, there is a way”—
જ્યાં હૃદયની ઊંડી ઈચ્છા હોય છે, ત્યાં કઈને કઈ માગ નીકળી રહે છે. એટલે અમને થયું કે અમારી હાર્દિક ઈચ્છા માટે પણ કેઈ ને કોઈ માર્ગ નીકળી રહેશે.
પરંતુ સર્વ દિશાઓ અંધારી હતી. અમે કઈ પાસે કંઈ પૈસા માગી શકીએ તેમ ન હતા અને કદાચ માગીએ તે પણ રૂપિયા બે રૂપિયાથી વધારે માગવાની હિમ્મત કરી શકીએ તેમ ન હતા, કારણ કે એ વખતે બે રૂપિયાની કિસ્મત પણું બહુ ગણાતી. વધારે સ્પષ્ટ કહીએ તે એટલી રકમમાં બે મણ બાજરી આવતી અને તેનાથી બે-ત્રણ માણસના