________________
૨૨૩
સંકલ્પસિદ્ધિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ કરવા લાગ્યું કે, આ વડનાં બધાં પાંદડાં સૂકાઈ જાઓ અને તે ડા દિવસમાં જ સૂકાઈ ગયાં.
થોડા વખત પહેલાં રશિયાની તાસ એજન્સીએ આપેલા ? સમાચાર મુંબઈના એક દૈનિક પત્રમાં નીચે મુજબ પ્રકટ થયા હતા :
રશિયામાં શ્રીમતી નેલી મીખેઈલેવા નામની એક ચાલીશ વર્ષની સ્ત્રી પોતાના સંકલ્પબળથી ટેબલ ઉપરના પાઉંના ટૂકડાને ખસેડે છે, તે વાંકી વળે કે તેના ઉઘાડા મેઢામાં પાઉંના ટૂકડા એની મેળે જઈ પડે છે, ઘડિયાળના પિન્ડયુલમને ચાલતું બંધ કરે છે, પ્લાસ્ટીકના કેસે ખસેડી દે છે અને એક આઉંસવાળું ત્રાજવાનું બીજું ખાલી પલ્લું નમાવી દે છે. આ પ્રયોગ વખતની એક દસ્તાવેજી ફીલ્મ પણ ઉતરી છે.
પરંતુ આ સમાચારથી આપણને ભાગ્યે જ આશ્ચર્ય થશે, કેમકે આપણા દેશમાં ત્રાટક કિયાથી ટેબલ પર રહેલા કાચના પ્યાલાને તોડી નાખનારા, ઘડિયાળને બંધ કરી દેનારા, વાસણને ચક્કર ચક્કર ફેરવનારા તથા પુષ્પને મૂળ રંગ બદલી નાખનારા પડ્યા છે અને તે કવચિત્ જાહેરમાં પણ દેખાવ દે છે. વળી આપણે ત્યાં એમ પણ કહેવાયું છે કે સંકલ્પશક્તિ વડે મોટા ખડકમાં પણ ફાટ પાડી શકાય છે અને તોફાન તથા ગાજવીજેને પણ રેકી શકાય છે. વળી જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ પણ કરી શકાય છે.
ટૂંકમાં સંકલ્પશક્તિ એ ખરેખર ! એક અજાયબ શક્તિ છે અને તેના વડે સર્વ કાર્યની સિદ્ધિ થઈ શકે છે.