________________
૨૦૬
સંકસિદ્ધિ મુંબઈ મંગાવીને ધંધો કરનારા લખપતિ બન્યા છે; દરજી કામની નાની દુકાન ખેલનારાઓ મોટા સ્ટોરના સ્વામી બન્યા છે; અને ગ્રાહકોને દૂધ પૂરું પાડનારા પણ આગળ વધીને મોટા દુકાનદાર તથા ભેંસના તબેલાઓના માલિક થયા છે.
વ્યાપારી ક્ષેત્રમાં ઝળકવા માટે પણ સંકલ્પબળ, આત્મશ્રદ્ધા તથા પુરુષાર્થ એ મુખ્ય સાધન છે. તે જ રીતે ઉદ્યોગને મોટા પાયે ખીલવ હેય તે તે દઢ સંકલ્પ, અડગ આત્મશ્રદ્ધા તથા પ્રચંડ પુરુષાર્થ વિના બની શકતું નથી. બીરલા, ટાટા, શાહુબ્રધર્સ, શેઠ કરતુરભાઈ લાલભાઈ વગેરેએ ઉદ્યોગના ક્ષેત્રમાં જે નામના પેદા કરી છે, તે તેમના દઢ સંકલ્પ, તેમની અડગ આત્મશ્રદ્ધા અને સુંદર વ્યવસ્થાશક્તિને આભારી છે.
એન્ડ્રયુ કાર્નેગી કે જેઓ સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને કોડપતિ થયા અને માનવજાતિના હિત માટે રૂપિયા ત્રીશ કોડથી પણ વધુ રકમની સખાવતે કરી ગયા, તેમણે ધનપ્રાપ્તિની બાબતમાં કહ્યું છે કે “મારા તે કેવલ ત્રણ જ સિદ્ધાંત છેઃ પહેલે-ઈમાનદારી; બીજે પરિશ્રમ અને ત્રીજે ચિત્તની એકાગ્રતા.” તાત્પર્ય કે જે કામ કરવું, તે પૂરી ઈમાનદારીથી–પૂરી પ્રામાણિકતાથી કરવું. તેમાં કઈ જાતની ઘાલમેલ કરવી નહિ કે કોઈ જાતને દગોફટકો કરે નહિ. વળી તે માટે પૂરતી મહેનત કરવી અને તે ધારેલા સમયે પૂરું કરવું. તે સાથે આ કામ કરતી વખતે ચિત્તને પૂરેપૂરું એકાગ્ર રાખવું.”