________________
૨૧
સંકલ્પસિદ્ધિ દ્વારા રેગનિવારણ ઘણું અસર થાય છે. તાત્પર્ય કે આપણું શરીરમાં કઈ પણ રોગ ઉત્પન્ન થાય તે રેગાકાંત ભાગને ઉદ્દેશીને કે સ્પર્શ કરીને “તું રંગરહિત થઈ જા, તું રેગરહિત થઈ જા” એવાં સૂચન આપીએ તે ગુપ્ત મન પિતાના કામે લાગી જાય છે અને રોગો સામે લડવાની પિતાની શક્તિને ઉપગ કરી એ રોગને દૂર કરી દે છે. તે જ રીતે “હું નિરામય છું, નીરોગી છું, હવે તદ્દન ગરહિત થઈ ગયે છું” એવી કલ્પના કરવાથી પણ રેગ ઉઠવા માંડે છે અને આપણને આરોગ્યની પુનઃ પ્રાપ્તિ થાય છે. આ ચિકિત્સાને આપણે મનમય ચિકિત્સા કે માનસપચાર કહી શકીએ.
રેગનિવારણ માટે આ પદ્ધતિ સહુથી સહેલી છે અને તે માટે કોઈ પણ જાતને ખર્ચ થતો નથી, એટલે આપણે તેની મંગલમયતામાં વિશ્વાસ રાખીને તેને જ આશ્રય લઈએ, એ સર્વથા ઈચ્છવા ગ્ય છે.
મહાત્મા ગાંધીજીએ જણાવ્યું છે કે “હું તમને બધાને આગ્રહપૂર્વક કહું છું કે આજથી તમારી બધી કુવાસનાઓ અને કુપ્રવૃત્તિઓનું દમન કરીને પવિત્ર જીવન વ્યતીત કરવાને સંક૯પ કરે.” આવું જીવન વ્યતીત કરનારને કઈ પણ રેગને ભય રહેતો નથી. આપણા જે સાધુ-સંતે આ પ્રકારનું જીવન ગાળે છે, તેમને કદી રેગની શિકાયત કરવી પડતી નથી. મુખ્ય વાત કુવાસનાઓને જિતવાની છે. કુવાસનાઓ જિતાઈ કે કુપ્રવૃત્તિઓ તે આપોઆપ બંધ થઈ જવાની. મૂળ છેદાઈ ગયા પછી થડ ઊભું રહે ખરું?