________________
સંકલ્પસિદ્ધિ દ્વારા રેગનિવારણ
૧૯૯ કેઈ આફ્રિકાની નદીઓ વિષે, અમેરિકાના શહેરે વિષે કે એકિમેના જીવન વિષે પૂછે તે તેના સડસડાટ જવાબ આપી શકીએ છીએ. તે જ રીતે આપણને કેઈ ચતુરંગી ક્રિકેટ મેચ વિષે, કેઈ નાટક-સીનેમા વિષે કે નટ–નટીઓના પોશાક વિષે પૂછે, તો તેને ઉત્તર આપવામાં વિલંબ કરતા નથી. પણ કેઈ આપણને આપણું મન વિષે તથા તેના સ્વરૂપ વિષે પૂછે તે નીચું જોઈએ છીએ કે માથું ખણીએ છીએ. મન વિષેનું આપણું આ અજ્ઞાન આપણું અંતરમાં છૂપાઈ રહેલી મહાન શક્તિઓને આપણને સાક્ષાત્કાર થતાં અટકાવે છે, એટલું જ નહિ પણ જે માર્ગ સરલ છે, સચોટ છે, ઈષ્ટ પરિણામને લાવનારે છે, તેના વિષે આપણને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે અને જે માર્ગ ખરેખર વિષમ છે, વધારે ખર્ચાળ છે તથા છેવટે કંટાળો આપનાર છે, તેના તરફ દોટ મૂકાવે છે.
આજે આપણને કેઈ ના સો રોગ છે કે ડોકટરની પાસે દોડીએ છીએ અને તે જે દવા, ઇંજેકશન કે ટીકડીઓ વગેરે લખી આપે તેનો ઉપયોગ કરીને રેગનું નિવારણ કરવાની આશા રાખીએ છીએ. જે તેમાં સફળ ન થયા તો કોઈ હેમિપાથ કે બાયોકેમિકલ દવાવાળાને શોધી કાઢીએ છીએ, અથવા તે વૈદ્ય-હકીમને આશ્રય લઈએ છીએ, પણ આપણી જાત પર શ્રદ્ધા રાખીને સાદા ઉપચારથી તેને મટાડવાને પ્રયત્ન કરતા નથી ! આ તે આપણે કેવો વ્યાહ!