________________
સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ
૧૯૫ ઘર છોડીને બહાર નીકળી પડશે અને હસતા મુખડે પોતાનું કામ કરીને પાછો આવશે.
રેગની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. જે તેનાથી ડરી ગયા, હિંમત હારી ગયા, તે તેનું દર્દ ઘણું લાગવાનું અને એ રેગને આપણું શરીરમાં પ્રસરવાની પૂરતી ભૂમિકા મળી રહેવાની.
હવે તો વૈજ્ઞાનિક પ્રયોગથી એ વસ્તુ સિદ્ધ થઈ ચૂકી છે કે સર્વ રેગેનું મૂળ આપણું મનમાં છે, આપણી મનોદશામાં છે. દાખલા તરીકે અત્યંત સ્વાર્થીપણું, લેભ અને ઈર્ષા આપણું મનમાં જેર કરી રહ્યા હોય તે આપણું કાળજા અને બળ પર અસર થવાની, એટલે કે તેને લગતે કેઈને કેઈ રેગ ઉત્પન્ન થવાનો. જે આપણું મનને કબજે તિરસ્કાર અને ક્રોધે લીધે હેય તે મૂત્રાશયને લગતા રોગ પેદા થવાના, અથવા તે અથવા તે પેદા થયા હોય તે તે ઘણા વધી જવાના. એ જ
જ મને લગત રીતે ભય, ચિંતા અને વ્યાકુલતાનું પ્રમાણ વધી જાય તે તરત જ હૃદય પર અસર થવાની. થોડા વખત પહેલાં અમેરિકાના એક શહેરમાં ભયંકર અકસ્માત થ હતો અને તેમાં અગિયાર વ્યક્તિઓ છૂદાઈને મરી ગઈ હતી. આ દશ્ય જોતાં જ એક પ્રેક્ષકનું હૃદય ત્યાંને ત્યાં બેસી ગયું હતું અને તેની જીવનયાત્રા પૂરી થઈ ગઈ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરૂના અવસાનના સમાચાર ઘણું આઘાતજનક હતા. એ સમાચાર સાંભળીને ત્રણ વ્યક્તિએનાં તરત જ મૃત્યુ થયાં હતાં.