________________
સકસિદ્ધિ
(૧) પ્રાતઃકાલમાં વહેલું ઉઠવુ, પ્રભુસ્મરણ કરવું અને થોડા વ્યાયામ કે ઘેાડાં આસના કરવાં. પછી બહાર નીકળી પ્રાતઃવાયુનું સેવન કરવુ'. પ્રભુસ્મરણથી આપણા મનમાં પવિત્રતાના વાસ થાય છે, વ્યાયામથી શરીર સુદૃઢ બને છે અને આસનથી અનેક જાતના રાગે! દૂર થાય છે તથા શરીરમાં સ્થૂલતા આવતી નથી. તેજ રીતે પ્રાતઃવાયુનું સેવન કરવાથી આપણા શરીરમાં શુદ્ધ પ્રાણવાયુ વધારે પ્રમાણમાં દાખલ થાય છે અને તેથી એક પ્રકારની તાજગી આવે છે.
૧૮૬
(૨) પ્રાતઃકાલની એક ક્રિયા શૌચ અથવા મલત્યાગની છે. તે ખરાખર થાય તે શરીર નીરોગી અને પ્રસન્ન રહે છે. પરંતુ અદ્ધકાતા એટલે કબજિયાતના રોગ લાગુ પડથી હાય તા એ ક્રિયા બરાબર થતી નથી. તે માટે ઘણીવાર બેસવુ પડે છે તથા બે કે ત્રણ વાર શૌચાલયના ઉપયેગ કરવા પડે છે. આવા મનુષ્યાએ શૌચના સમય પહેલાં એક કલાકે એકાદ લેટો પાણી પી જવું જોઈ એ અને પછી સૂઇને પેટને ગાળ ચક્કરમાં ઘુમાવવાના પ્રયત્ન કરવા જોઇએ. એથી આંતરડાંમાંથી મળ છૂટો પડે છે અને દસ્ત સાફ આવી જાય છે. સાંજે પણ આટલું પાણી પીવાથી અને પેટને ઊંચું-નીચું કરવાથી સાંજની શૌચક્રિયા બરાબર થાય છે.
શાકભાજી વધારે વાપરવાથી, મેંદા વગેરેના ત્યાગ કરવાથી, તેમજ તળેલાં અને ભારે પદાર્થોં વર્જ્ય કરવાથી કબજિયાત થતી અટકે છે. આમ છતાં ઔષધની જરૂર જણાય