________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૮ સ્ત્રીએ કહ્યું: “દૂધ નથી. તમે બહાર જઈ હોટેલમાંથી દૂધ લઈ આવો.”
અને તે હાથમાં તપેલી લઈ બહાર ગયે. પાછળ સ્ત્રીએ ચેનચાળા કરવા માંડ્યા અને તેની સાથે સેફા ઉપર બેસી ગઈ. ડી વારે પેલો ખાલી તપેલીમાં પાછા આવ્યું અને બંનેને સેફા પર સાથે બેઠેલા જોઈને કહેવા લાગ્યું કે “આ શું ? મેં તે તમને સારા માણસ જાણ્યા હતા, પણ તમે તે ખરા નીકળ્યા ! કંઈ નહિ ને મારી સ્ત્રી પર કુદૃષ્ટિ કરી? હમણાં હાક મારીશ તે પચીશ માણસ ભેગા થશે અને તમને ફૂટી નાખશે.”
બીજે માણસ સમજી ગયો કે “આ તે મારી પૂરેપૂરી બનાવટ થઈ છે અને મને જરૂર માર પડશે.” એટલે તેણે ધીમેથી કહ્યું : “ગરબડ કરશે નહિ. લે, આ સો રૂપિયાની નોટ રાખો.”
પહેલે ખરેખર ધૂર્ત હતો અને આ રીતે ઘણુને ફસાવતે, એટલે તેણે કહ્યું: “અમે પૈસા ઘણું જોયા છે. તમારી નેટ તમારી પાસે રાખો. હું હમણાં જ માણસને લાવું છું.”
બીજાએ હાથ જોડ્યા અને કહ્યું: “મહેરબાની કરીને ધાંધલ કરશે નહિ. હું તમને બીજી સો રૂપિયાની નોટ આપું છું.'
અને પેલાએ બંને નેટ ખીસ્સામાં મૂકીને કહ્યું : ચૂપચાપ ચાલ્યા જાવ, ફરી આવું કરતા નહિ.”