________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧પ૭ કેટલાક મનુષ્યો એમ માને છે કે અમે ધનવાન છીએ, લાગવગવાળા છીએ અને અધિકારસ્થાન પર હાઈએ તે ઘણું કરી શકીએ તેમ છીએ અને તેઓ અનેક સંસ્થાઓની જવાબદારી ગ્રહણ કરે છે. પણ તેઓ કઈ સંસ્થા પર પિતાની સમગ્ર શક્તિઓ એકત્ર કરી શકતા નથી, એટલે તેમાંની કેઈ પણ સંસ્થાની ઉન્નતિ કરી શકતા નથી. પરિણામે તેમની સામે ઉહાપોહ શરૂ થાય છે, તેમાંથી તીવ્ર વાદવિવાદ જાગે છે અને પછી તો પક્ષબળે પણ સ્થાનને ચીટકી રહેવાની દુર્ભાવના જાગે છે. પરિણામે એ સંસ્થા નબળી પડે છે અને યશને બદલે અપયશ સાંપડે છે.
એમને કહ્યું છે કે “જે જીવનમાં કઈ બુદ્ધિમાનીની વાત હોય તો તે એકાગ્રતા છે અને જે કઈ ખરાબ વાત હોય તે તે પિતાની શક્તિઓને વેરવિખેર કરી નાખવાની છે. બહુચિત્તતા ગમે તેવી હોય તેથી શું ?” તાત્પર્ય કે તેનું પરિણામ સિદ્ધિ કે સફલતામાં આવી શકતું નથી.
જિન એંજેલાએ કહ્યું છે કે “સંસારનું સંચાલન કરવાને હું બંધાયેલ નથી, પણ ઈશ્વરે મારા માટે જે કામ નિર્માણ કરેલું છે, તેમાં મારી બધી શક્તિઓ એકાગ્ર કરવા. બંધાયેલું છું.'
એન મેરેડિથના એ શબ્દો છે કે જે વ્યક્તિ જીવનમાં એક જ વાત શેધે છે, તે આશા રાખી શકે કે જીવન સમાપ્ત થતાં પહેલાં તે તેને પ્રાપ્ત થશે.”
આપણું અનુભવી પુરુષોએ પણ લગભગ આવાં જ વચને ઉચ્ચારેલાં છે. તેઓ કહે છે કે “ સવ