________________
સમયનું મૂલ્ય
૧૪૩.
પ્રકારની કલા-કારીગરી શીખી જાય છે. પ્રહૂલાદે બાળપણથી જ સમયને સદુપયોગ કરવા માંડ્યો અને પિતાનું ચિત્ત પરમાત્મામાં જોડી દીધું છે તે ઈશ્વર-સાક્ષાત્કારને પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શક્યો અને ઇતિહાસમાં અમર થઈ ગયો.
જાપાન વગેરે દેશોમાં બાળકને નાનપણથી જ સમયને સદુપયોગ કેમ કરે ? એ શીખવવામાં આવે છે અને તેથી ત્યાંની પ્રજા ખૂબ ઉગી બની ગઈ છે. પરિણામે તે પોતાની શારીરિક, માનસિક તથા આર્થિક ઉન્નતિ સાધી શકી છે. જે કઈ જાપાનને પ્રવાસ કરે છે, તેના પર ત્યાંની પ્રજાની આ પ્રકારની છાપ પડ્યા વિના રહેતી નથી.
ઈગ્લાંડ, યુરોપના દેશ તથા અમેરિકા વગેરેના લોકો પણ સમયનું મૂલ્ય ખૂબ જ આંકે છે અને “Time is money-સમય જ પૈસો છે” એમ કહીને તેનું ગૌરવ કરે છે. આપણા દેશમાં પણ સમયનું મૂલ્ય ઓછું અંકાયેલું નથી, પરંતુ આજે આપણું વ્યવહારમાં તે અંગે કેટલીક શિથિલતા આવી ગઈ છે અને તે આપણું ઉન્નતિને રાહ રિકી રહી છે.
મૈસને કહ્યું છે કે “સમયની હરેક ક્ષણ સુવર્ણના કણની માફક બહુમૂલ્ય છે.” તાત્પર્ય કે સમયના નાના ટુકડાઓને નકામા કે નિરર્થક ગણી તેની ઉપેક્ષા કરવી, એ મેટી ભૂલ છે. સમયના એ નાનકડા ટુકડાઓમાં તે ઘણું ઘણું થઈ શકે છે. ગેલીલિયોએ અવકાશના સમયને સારે ઉપયોગ કર્યો હતો અને પરિણામે તે કેટલીક મહત્વની શોધ