________________
નિયમિતતા
૧૩૭ આટાલૂણમાં તણાઈ જાય છે. ધણી વિનાનાં ઢેર સૂનાં” એ કહેવત એમને એમ પડેલી નથી. જે નોકરે રળીને દેતા હોય તે જોઈએ શું? માલીકની નિયમિત હાજરી હોય તે જ નોકરે સમયસર અને સારું કામ કરે છે, કઈ વસ્તુ આઘી–પાછી કરી શકતા નથી અને ઉઘરાણી વગેરે પર પૂરતું ધ્યાન આપે છે. અન્યથા “જેના હાથમાં તેની બાથમાં” એ કારભાર ચાલે છે અને છેવટે “લાખના બાર હજાર થાય છે. ત્યાં ઉન્નતિની આશા તે રખાય જ ક્યાંથી?
કેઈએ મળવા માટે સમય આપ્યું હોય અને તે સમયે ત્યાં જઈએ નહિ, તે ધાર્યું કામ થતું નથી અને પ્રતિષ્ઠાને મેટો ધકકે પહોંચે છે. અથવા આપણે કેઈને મળવા માટે ચોક્કસ સમય આપ્યું હોય, પણ એ સમય સાચવીએ નહિ, આઘા–પાછા થઈ જઈએ અને એ વ્યક્તિને ખોટો ધકકે પડે, ત્યારે તેને ઘણું દુઃખ થાય છે, તેને સમય બગડે છે અને તેને આપણી નિષ્ઠા કે પ્રામાણિક્તા વિષે શંકા ઉપજે છે, એટલે આપણે આપણું અન્ય કાર્યોમાં નિયમિત રહી આ સમય સાચવવો જ જોઈએ અને તે જ એક વ્યક્તિ તરીકે આપણી તેના પર છાપ પડે છે તથા આપણો તેની સાથે વ્યવહાર બરાબર ચાલે છે. ઘણું કામે ભેગાં કરીને કેઈનું કામ સમયસર ન કરવું, તેના કરતાં શેડાં કામે હાથ પર ધરીને તે દરેકને સમયસર પાર પાડવું, એ વધારે ડહાપણભરેલે વ્યવહાર છે. સરવાળે તેનાથી મોટો લાભ થાય છે. જે નિયમિત છે, સમયસર કામ આપવાને ટેવાયેલ છે, તેને ગ્રાહકેને તેટો કદી પડતો નથી.